દિવાળીના તહેવારની બ્રિટિશ પ્રધાનમંત્રી રિશિ સૌનકનો આ વીડિયો સાઉધમ્પ્ટનમાં રેડક્લિફ રોડ પર વૈદિક સોસાયટી હિન્દુ મંદિરમાં આરતી સમારોહમાં ભાગ લેવા માટે હાજરી આપી હતી. તેમના પ્રધાનમંત્રી નિવાસનો હોવાનો વાત તદ્દન ખોટી છે.

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, બ્રિટનના વડાપ્રધાન તેમની પત્ની સાથે એક ધાર્મિક કાર્યક્રમમાં હાજર જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બ્રિટનના વડાપ્રધાન રિશી સૌનક દ્વારા તેમના નિવાસ સ્થાન પર દિવાળીના તહેવારની ઉજવણી માટેના કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ તેનો વીડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 14 નવેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બ્રિટનના વડાપ્રધાન રિશી સૌનક દ્વારા તેમના નિવાસ સ્થાન પર દિવાળીના તહેવારની ઉજવણી માટેના કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ તેનો વીડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ધણા પરિણામો પ્રાપ્ત થયા હતા. આ પરિણો પરથી અમને Times Now નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “બ્રિટનના વડાપ્રધાન રિશી સૌનક તેમના પરિવાર સાથે, સાઉધમ્પ્ટનમાં રેડક્લિફ રોડ પર વૈદિક સોસાયટી હિન્દુ મંદિરમાં આરતી સમારોહમાં ભાગ લેવા માટે હાજરી આપી હતી.

Times Now | Archive

આ જ માહિતી સાથેનો અહેવાલ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પ્રસારિત કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ ધ ઈન્ડિપેન્ટ દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર રિશિ સૌનક દ્વારા તેમના ઘરે કરવામાં આવેલી દિવાળીના તહેવારની ઉજવણીના દ્રશ્યો જોઈ શકાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, દિવાળીના તહેવારની બ્રિટિશ પ્રધાનમંત્રી રિશિ સૌનકનો આ વીડિયો સાઉધમ્પ્ટનમાં રેડક્લિફ રોડ પર વૈદિક સોસાયટી હિન્દુ મંદિરમાં આરતી સમારોહમાં ભાગ લેવા માટે હાજરી આપી હતી. તેમના પ્રધાનમંત્રી નિવાસનો હોવાનો વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: બ્રિટનના વડાપ્રધાન દ્વારા હિન્દુ મંદિરમાં દિવાળીનો તહેવાર ઉજવ્યો હતો તેનો વીડિયો છે.

Written By: Frany Karia

Result: Missing Context