
તાજેતરમાં સોશિયલ મીડિયા પર 1818 ના સિક્કાનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં જે બે આનાના સિક્કાના ફોટો મૂકવામાં આવ્યો છે એ 1818 માં ઉપયોગમાં લેવાતા ચલણનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા 2 આનાના સિક્કાના હિન્દુ દેવી-દેવતાવાળા ફોટો ખોટા છે અને તેમનો 1818 ના ચલણી સિક્કાઓ સાથે કોઈ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 2 નવેમ્બર, 2023ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, સિક્કાની એકબાજુ ભગવાન શ્રી રામ સપરિવાર… અને બીજી બાજુ કમળ…. તો શું ૨૦૦ વર્ષ પહેલા અંગ્રજો ને પણ ખબર હશે કે એક દિવસ કમળ વાળા જ મંદીર બનાવશે..?? . પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં જે બે આનાના સિક્કાના ફોટો મૂકવામાં આવ્યો છે એ 1818 માં ઉપયોગમાં લેવાતા ચલણનો છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વાયરલ ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને Smallestcoincollector નામની એક વેબસાઈટ પ્રાપ્ત થઈ હતી. જેના પર એપ્રિલ 2015 ના રોજ પ્રકાશિત એક એહેવાલમાં ભારતના નામે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા નકલી સિક્કા બાબતે માહિતી આપવામાં આવી હતી. આ વેબસાઈટ પર ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવેલા બે આનાના સિક્કાના ફોટો સહિત અન્ય સિક્કાઓના ફોટો પણ જોવા મળ્યા હતા. આ અહેવાલમાં આ સિક્કાઓને ખોટા બતાવવામાં આવ્યા છે. જે તમે નીચે જોઈ શકો છો.

ત્યાર પછી અમે અમારી તપાસને આગળ વધારતાં RBI ની ઓફિશિયલ વેબસાઈટ પર આ સિક્કાની શોધ કરતાં અમને અલગ-અલગ યુગમાં ઉપયોગમાં લેવામાં આવેલા સિક્કાઓની ફોટો સહિતની માહિતી પ્રાપ્ત થઈ હતી.
સૌથી પહેલા ઉપયોગમાં લેવાયેલા સિક્કા : RBI/mc_british_earlyissues

વિલિયમ 4 ના સમયમાં ઉપયોગમાં લેવાયેલા સિક્કા : RBI/mc_british_WilliamIV

વિક્ટોરિયાના સમયમાં ઉપયોગ કરવામાં આવેલા સિક્કા : RBI/mc_british_QueenVictoria

એડવર્ડ 7 ના સમયમાં ઉપયોગમાં લેવાયેલા સિક્કા : RBI/mc_british_EdwardVII

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા 2 આનાના સિક્કાના હિન્દુ દેવી-દેવતાવાળા ફોટો ખોટા છે અને તેમનો 1818 ના ચલણી સિક્કાઓ સાથે કોઈ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:જાણો 1818 માં ચલણી સિક્કા પર ભગવાન શ્રીરામનો ફોટો હોવના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય….
Written By: Vikas VyasResult: False
