શું ખરેખર ગૌતમ ગંભીરે ભાજપના સાંસદ પદેથી આપ્યું રાજીનામું…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

‎‎Vinod Thakor Shankheshwar નામના ફેસબુક યુઝર દ્વારા 19 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, વિરેન્દ્ર સહેવાગ ની કોગ્રેસ મા એન્ટ્રી થી ગૌતમ ગંભીર નુ ભાજપા સાંસદ પદે થી રાજીનામું…વાહ પાજી વાહ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વિરેન્દ્ર સેહવાગની કોંગ્રેસમાં એન્ટ્રી થવાથી ગૌતમ ગંભીરે ભાજપના સાંસદ પદેથી રાજીનામું આપી દીધું. આ પોસ્ટને 303 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 18 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 14 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.10.22-07_24_18.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા ગૌતમ ગંભીરે સાંસદ પદેથી રાજીનામું આપ્યું હોવાના દાવાની સત્યતા તપાસવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ ગૌતમ ગંભીરે સાંસદ પદેથી આપ્યું રાજીનામું સર્ચ કરતાં મળેલા પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી પરંતુ મિડ-ડે.કોમ દ્વારા 17 ઓક્ટોમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ભજપના સાંસદ ગૌતમ ગંભીરે દિલ્હી જિલ્લા અને રાજ્ય ક્રિકેટ સંઘના નિર્દેશકના પદ પરથી રાજીનામું આપ્યું છે. આ સમાચારમાં ક્યાંય પણ ગૌતમ ગંભીરે સાંસદ પદેથી રાજીનામું આપ્યાની કોઈ જ માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.gujaratimidday.com-2019.10.22-10_01_56.png

Archive

ઉપરોક્ત સમાચારને અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

jagran.comsports.punjabkesari.inuccricket.ucweb.com
ArchiveArchiveArchive

અમારી વધુ તપાસમાં અમે ગૌતમ ગંભીરના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર નજર કરતાં અમને આજ રોજ (22 ઓક્ટોમ્બર, 2019) પણ તેઓના પ્રોફાઈલની માહિતીમાં પૂર્વી દિલ્હીના સાંસદ તરીકેની માહિતી જોવા મળી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-twitter.com-2019.10.22-10_22_57.png

Archive

અમારી વધુ તપાસમાં અમને NMF News દ્વારા 18 ઓખ્ટોમ્બર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એખ સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ એ માહિતી આપવામાં આવી હતી કે, ગૌતમ ગંભીરે સાંસદ બન્યા બાદ તેમની જવાબદારીમાં વધારો થતાં DDCA ના નિર્દેશક પદ પરથી રાજીનામું આપ્યું છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ગૌતમ ગંભીરે સાંસદ પદેથી નહીં પરંતુ DDCA ના નિર્દેશક પદેથી રાજીનમું આપ્યું છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ગૌતમ ગંભીરે ભાજપના સાંસદ પદેથી નહીં પરંતુ સાંસદ બન્યા બાદ જવાબદારીઓમાં વધારો થતાં DDCA ના નિર્દેશક પદેથી રાજીનમું આપ્યું છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર ગૌતમ ગંભીરે ભાજપના સાંસદ પદેથી આપ્યું રાજીનામું…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False