તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગરબે ઘૂમી રહાલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરબે ઘૂમી રહ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગરબે ઘૂમી રહેલા વ્યક્તિનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નહીં પરંતુ સામાજીક કાર્યકર અને કલાકાર વિકાસ મહંતેનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ વીડિયો ખોટી અને અધૂરી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 9 નવેમ્બર, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, મોદી સાહેબ ને ગરબે રમતા જોવા નો વિડિયો.. ખરેખર સારુ રમે છે.આને કહેવાય ખરો ગુજરાતી.. કાંઈ ન ઘટે વાલા …. આ લખામમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરબે ઘૂમી રહ્યા છે તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો અમને એક ટ્વિટર યુઝર દ્વારા 8 નવેમ્બર, 2023 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવું લખવામાં આવ્યું હતું કે, મોદીજી તમે ક્યારે ગરબા રમ્યા? સંપૂર્ણ સામ્યતા...

વધુમાં અમને એક બીજી ટ્વિટ પરથી જાણવા મળ્યું હતું કે, વીડિયોમાં દેખાતો વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવો જ દેખાતો વિકાસ મહંતે છે. જે મહારાષ્ટ્રના મુંબઈમાં નવરાત્રિ દરમિયાન ગરબે ઘૂમ્યો હતો.

ઉપરોક્ત હકીકતોને ધ્યાનમાં રાખીને, અમે વિકાસ મહંતેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર સર્ચ કરતાં અમને ઇન્સ્ટાગ્રામ પરના તેના બાયોમાં જણાવવામાં આવ્યું છે કે, તે એક એક્ટર, બિઝનેસમેન અને સોશિયલ એક્ટિવિસ્ટ છે. અમને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરાયેલો આજ વીડિયો મળ્યો. મળતી માહિતી મુજબ આ વીડિયો લંડનનો છે જ્યાં વિકાસ મહંતેને દિવાળી મેળામાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમારી ફેક્ટ ક્રેસેન્ડોની ટીમે વિકાસ મહંતેના પુત્રનો સંપર્ક કર્યો. તેણે સ્પષ્ટતા કરી કે, વીડિયોમાં દેખાતો વ્યક્તિ તેના પિતા છે. આગળ, અમે વિકાસ મહંતેના મેનેજર અતુલ પરીખનો સંપર્ક કર્યો. તેણે અમને કહ્યું, “વીડિયોમાં ડાન્સ કરી રહેલ વ્યક્તિ વિકાસ મહંતે છે પીએમ મોદી નથી. અમે હંમેશા કહ્યું છે કે, તે એક કલાકાર અને સામાજિક કાર્યકર છે. તેમને ક્યારેય વડાપ્રધાન મોદી તરીકે રજૂ કરવામાં આવ્યા ન હતા. તમે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ચેક કરી શકો છો.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગરબે ઘૂમી રહેલા વ્યક્તિનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નહીં પરંતુ સામાજીક કાર્યકર અને કલાકાર વિકાસ મહંતેનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ વીડિયો ખોટી અને અધૂરી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો ગરબે ઘૂમી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ વીડિયોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: False