શું ખરેખર આ વીડિયો જલારામ મંદિર વીરપુરમાં રોટલી બનાવવાના મશીનનો છે…? જાણો શું છે સત્ય…

False સામાજિક I Social

મારો ગુજરાતી પરિવાર  નામના ફેસબુક પેજ દ્વારા 22 જૂન, 2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, રોટલી નું કારખાનું
જલારામ મન્દિર વિરપુર. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો વીરપુર  ખાતેના જલારામ મંદિરના રોટલી બનાવવાના મશીનનો છે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 2400 થી વધુ લોકોએ લાઈક કરી હતી. 149 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 8600 થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.08.20-18_19_29.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ વીડિયો જલારામ મંદિર વીરપુરનો છે કે કેમ? તેની માહિતી મેળવવા માટે અમે જલારામ મંદિરમાં એક કાર્યકર્તા સાથે અંગે વાત કરી હતી. તો તેઓએ વીડિયો જોઈને અમને એ જણાવ્યું હતું કે, આ વીડિયો અમારા મંદિરના રોટલી બનાવવાના મશીનનો નથી. આ વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.વધુમાં તેઓએ અમને એ જણાવ્યું હતું કે, વીડિયોમાં જે લોકો દેખાઈ રહ્યા છે તે કોઈ પણ અમારા મંદિરમાં સેવા કરતા નથી જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.youtube.com-2019.08.20-19_11_29.png
screenshot-www.youtube.com-2019.08.20-19_18_32.png

અમારી વધુ તપાસમાં અમે આ વીડિયોને ઈન્ટરનેટ પર શોધવાની કોશિશ કરી હતી તો અમે યુટ્યુબ પર Roti Maker Machine સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.youtube.com-2019.08.20-18_36_39.png

Archive

ઉપરના પરિણામોમાં અમને mastercrafts01 દ્વારા 21 જાન્યુઆરી, 2012 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત વીડિયો જોયા બાદ અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો જલારામ મંદિર, વીરપુરમાં રોટલી બનાવવાનું મશીન આવ્યું એ પહેલાનો ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો જલારામ મંદિર, વીરપુરનો નથી.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ વીડિયો જલારામ મંદિર, વીરપુરનો હોવાનું ક્યાંય સાબિત થતું નથી.

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો જલારામ મંદિર, વીરપુરનો નથી તે માહિતી અમને જલારામ મંદિર પાસેથી જ પ્રાપ્ત થઈ છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર આ વીડિયો જલારામ મંદિર વીરપુરમાં રોટલી બનાવવાના મશીનનો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •