શું ખરેખર વિડિયોમાં પ્લાસ્ટીક માંથી ચોખા બનાવવામાં આવી રહ્યા છે…? જાણો શું છે સત્ય..

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

RealGujju – રીયલ ગુજ્જુ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જુઓ ચીન વાળા કેવી રીતે પ્લાસ્ટિક માંથી ચોખા બનાવે છે અને એ પાછા ભારતમાં વેચી દે છે. બને એટલો આ વિડિયો લોકો સુધી શેર કરો ને લોકો ને જાગૃત કરો ચીની પ્રોડક્ટ ને વાપરવાનું બંધ કરો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 14 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ચીનનો છે અને તેમાં પ્લાસ્ટિક માંથી ચોખા બનાવવામાં આવી રહ્યા છે.

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂર જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી અને સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો 2016થી સોશિયલ મિડિયામાં ફરી રહ્યો છે. 27 મે 2017ના ચીનની બે વેબસાઈટ દ્વારા આ વિડિયોને લઈ આર્ટીકલ પ્રસારિત કર્યો હતો. જેમાં આ વિડિયો અંગેની સત્યતા જણાવવામાં આવી હતી. જેમાં જણાવ્યુ હતુ કે, વિડિયોમાં જે ફેક્ટરી બતાવવામાં આવી રહી છે તે પ્લાસ્ટિકનું રિસાઈકલ કરતી ફેક્ટરી છે અને જે ચોખા જેવો પદાર્થ અંતમાં મશીન માંથી નિકળે છે તે પ્લાસ્ટિકના દાણા છે જેનો ભવિષ્યમાં ફરી નવી પ્લાસ્ટિકની વસ્તુ બનાવવા માટે ઉપયોગ કરી શકાય છે. આ બંને અહેવાલ આપ નીચે વાંચી શકો છો. 

BLOG.SINA.COM | ARCHIVE

SOHU.COM | ARCHIVE 

આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં ચોખા નહીં પરંતુ પ્લાસ્ટિકના દાણા જ બની રહ્યા છે. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે આ પ્રકારે વિડિયો સોશિયલ મિડિયામાં વર્ષ 2016થી વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં ચોખા નહીં પરંતુ પ્લાસ્ટિકના દાણા જ બની રહ્યા છે. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે આ પ્રકારે વિડિયો સોશિયલ મિડિયામાં વર્ષ 2016થી વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

Avatar

Title:શું ખરેખર વિડિયોમાં પ્લાસ્ટીક માંથી ચોખા બનાવવામાં આવી રહ્યા છે…? જાણો શું છે સત્ય..

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •