
હાલમાં એક ફોટો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં જોવામળે છે કે, એક વૃધ્ધ વ્યક્તિ હાથ લારીમાં એક વ્યક્તિને બેસાડી અને લઈ જઈ રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો દિલ્હીનો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો દિલ્હીનો નહિં પરંતુ ઉત્તર પ્રદેશના બલિયા શહેરનો છે. દિલ્હીનો હોવાની વાત તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Rohit R Rupapara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 05 એપ્રિલ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો દિલ્હીનો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો ને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામ પરથી અમને ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી બ્રેજશ પાઠક દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ ઘટના અંગે ન્યુઝ પેપરનું ક્ટિંગ પ્રસારિત કરવામાં આવ્યુ હતુ અને માહિતી આપવામાં આવી હતી કે, “ઉત્તર પ્રદેશના બલિયાના એક વાયરલ વિડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ એક દર્દીને હાથગાડી પર હોસ્પિટલ લઈ જતા જોવા મળે છે. આ અંગેની માહિતી મળતાં જ વાઈરલ થયેલા વિડીયોની નોંધ લઈને આરોગ્ય મહાનિર્દેશકને તપાસ કરવા અને દોષિતો સામે પગલાં લેવા આદેશ કર્યો હતો.જેના સમાચાર અગ્રણી અખબારોમાં પ્રસિદ્ધ થયા હતા.”
તેમજ વધુ સર્ચ કરતા ઈન્ડિયન એક્પ્રેસ દ્વારા પણ આ અંગે વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “સીએમઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, આ ઘટના 28 માર્ચે બની હતી. પત્નીને ડાયાબિટીસ હતુ. તેણીએ તેના પગમાં દુખાવાની ફરિયાદ કર્યા પછી, પતિ તેને હાથની ગાડીમાં ત્રણથી ચાર કિલોમીટરનું અંતર કાપીને નજીકના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયો. તેણે કહ્યુ હતુ કે, તેણે એમ્બ્યુલન્સને બોલાવી નથી કારણ કે તેને લાગતું હતું કે એમ્બ્યુલન્સ ફક્ત કટોકટીના કેસોમાં જ આવે છે. આરોગ્ય કેન્દ્રમાંથી, તે તેણીને ઓટોરિક્ષામાં જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયો હતો.”

તેમજ બલિયાની આ ઘટના અંગેનું વિસ્તૃત માહિતી આપતો અહેવાલ એનડીટીવી દ્વારા 6 એપ્રિલ 2022ના પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં આ વૃદ્ધ વ્યક્તિનું નિવેદન તેમના ઘરની સ્થિતિ અને અધિકારીનું નિવેદન વગેરે પ્રકાશિત કરવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો દિલ્હીનો નહિં પરંતુ ઉત્તર પ્રદેશના બલિયા શહેરનો છે. દિલ્હીનો હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો દિલ્હીનો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
