તાજેતરમાં સોશિયલ મીડિયા પર હિંદુઓને ભડકાનારા નિવેદન આપી રહેલા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો એક મુસ્લિમ વ્યક્તિનો છે જે હિંદુઓને ભડકાવી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હિંદુઓ ભડકાવનારા નિવેદન આપી રહેલા વ્યક્તિનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વ્યક્તિ વાસ્તવમાં મુસ્લિમ નહીં પરંતુ હિંદુ જ છે જે એક કંટેન્ટ ક્રિએટર છે અને તેનું નામ ધીરેન્દ્ર રાઘવ છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 5 જૂન, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જોઇલો ઋજાન આવવાનું ચાલું થઈ ગયું?. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો એક મુસ્લિમ વ્યક્તિનો છે જે હિંદુઓને ભડકાવી રહ્યો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આવા જ એક વીડિયો સાથેની પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર ધીરેન્દ્ર રાઘવ નામના યુઝર દ્વારા 1 7 એપ્રિલ, 2024 ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

ઉપરોક્ત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં આજ વ્યક્તિ છે ને એ પોતે એક કલાકાર અને કંટેન્ટ ક્રિએટર છે તેનું નામ ધીરેન્દ્ર રાઘવ છે અને તે હિંદુ છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની એક્ટિંગના આવા ઘણા બધા વીડિયો તમે જોઈ શકો છો.

download.png

અમારી વધુ તપાસમાં અમને એક સમાચારપત્રમાં છપાયેલા સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જેમાં પણ એવી માહિતી આપવામાં આવી હતી કે, મુસ્લિમ બનીને આપત્તિજનક નિવેદન આપનાર યુટ્યુબરને પોલીસે પકડી લીધો.

519643c1-2499-4186-876e-2b1707eea235.jpg

નવભારત ટાઈમ્સ દ્વારા પણ વીડિયોમાં દેખાઈ રહેલો વ્યક્તિ હિંદુ હોવા અંગેના સમાચાર 7 જૂન, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હિંદુઓ ભડકાવનારા નિવેદન આપી રહેલા વ્યક્તિનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વ્યક્તિ વાસ્તવમાં મુસ્લિમ નહીં પરંતુ હિંદુ જ છે જે એક કંટેન્ટ ક્રિએટર છે અને તેનું નામ ધીરેન્દ્ર રાઘવ છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો હિંદુઓ વિશે બોલી રહેલા મુસ્લિમ ટોપી પહેરેલા વ્યક્તિના વાયરલ વીડિયોનું શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: Missing Context