આ વીડિયોને હાલમાં ચાલી રહેલા યુદ્ધ સાથે કોઈ લેવા-દેવા નથી, આ એક ગેમનો વીડિયો છે. જેને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

ગત શનિવારથી ચાલી રહેલા ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષ વચ્ચે હવામાં ઉડતા બે હેલિકોપ્ટરનો મિસાઈલોથી નાશ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હમાસ દ્વારા ગાઝામાં ઈઝરાયેલના યુદ્ધ હેલિકોપ્ટરોને તોડી પાડવામાં આવ્યા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Saiyad Tosif નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 09 ઓક્ટોબર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હમાસ દ્વારા ગાઝામાં ઈઝરાયેલના યુદ્ધ હેલિકોપ્ટરોને તોડી પાડવામાં આવ્યા.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને અમને 4 ઓક્ટોબર, 2023ના રોજ Kazinkka Warrior નામના યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલો વીડિયો પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો. વાયરલ વીડિયો આ સંપૂર્ણ વીડિયોનો જ એક ભાગ છે.

આ દરમિયાન, અમને એ પણ જાણવા મળ્યું કે આ દ્રશ્ય પણ અરમા ગેમનું છે, કારણ કે, વીડિયોની સાથેના હેડિંગ અને શીર્ષકમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ચેનલની તપાસ કર્યા પછી, અમને જાણવા મળ્યું કે આ ચેનલ અરમા ગેમના જુદા-જુદા દ્રશ્યો અપલોડ કરે છે. ચેનલના અબાઉટ સેક્શનમાં પણ સ્પષ્ટપણે જણાવાયું છે કે "આ ચેનલ પર અપલોડ કરવામાં આવેલ વિડીયો વાસ્તવિક લશ્કરી કામગીરીનું પ્રતિનિધિત્વ કરતા નથી, પરંતુ તમામ વિડીયો Arma 3 ગેમ એડિટરમાં બનાવવામાં આવ્યા છે."

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં ચાલી રહેલા યુદ્ધનો નહીં પરંતુ એક લશ્કરી વ્યૂહરચના રમતના દ્રશ્ય છે. આ વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ગેમના વીડિયોને હાલમાં ચાલી રહેલા ઇઝરાયલ-ફિલિસ્તીન યુદ્ધ સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False