તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ જૂનો છે. જ્યારે ઈઝરાયલ દ્વારા ગાઝા પર હુમલો કરવામાં આવ્યો હતો તે સમયનો આ વીડિયો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

मनोज हिंदुस्तानी નામના ફેસબુક યુઝર દ્વારા 7 ઓક્ટોમ્બર, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, #IStandwithIsrael આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર RT દ્વારા 4 જૂન, 2023 ના રોજ તેના સત્તાવાક ટ્વિટર પર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ઇઝરાયેલની સેના પેલેસ્ટિનિયન પ્રદેશો પર તેના હિંસક હુમલાઓ ચાલુ રાખતી હોવાથી, બાળકો વધુને વધુ શારીરિક અને માનસિક આઘાતનો શિકાર બની રહ્યા છે. એક પેલેસ્ટિનિયન બાળક અને તેના પિતા IDF દ્વારા ગોળી માર્યા બાદ ઘાયલ થયા હતા..

https://twitter.com/RT_com/status/1665312446926532613

આજ માહિતી અને વીડિયો સાથેની અન્ય પોસ્ટ પણ અમને પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. Twitter Post | Facebook Post

અમારી વધુ તપાસમાં વધુ એક સત્તાવાર ટ્વિટર દ્વારા ઉપરોક્ત વીડિયો સાથેની પોસ્ટ 13 મે, 2023 ના રોજ કરવામાં આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ જૂનો છે. જ્યારે ઈઝરાયલ દ્વારા ગાઝા પર હુમલો કરવામાં આવ્યો હતો તે સમયનો આ વીડિયો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: Missing Context