શું ખરેખર ભાજપાના નેતાના પુત્ર દ્વારા ડાન્સ શોમાં દાદાગીરી કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Asif Pathan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બીજેપી નેતાનો છોકરો લાઈવ ટીવી ડાન્સ શો માં ફૈલ,પછી જુઓ શું થાય છે..”Welcome to new India”” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 14 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1 વ્યક્તિ દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભાજપાના નેતાનો પુત્ર ડાન્સ શો માં ફેલ થતા તેમના દ્વારા ડાન્સ શોમાં દાદાગીરી કરવામાં આવી હતી.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

જો બીજેપીના કોઈ નેતા દ્વારા આ પ્રકારે જાહેરમાં વિરોધ કરવામાં આવ્યો હોય તો મિડિયા દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હોય પરંતુ અમને આ પ્રકારે કોઈ સમાચાર પ્રાપ્ત થયા ન હતા. બાદમાં અમે અમારી પડતાલને આગળ વધારી હતી. 

દરમિયાન અમને જાણવા મળ્યુ હતુ કે, ઝી ટીવી પરના ડાન્સ ઈન્ડિયા ડાન્સની સિઝન પાંચના પહેલા એપિસોડમાં બનવા પામ્યુ હતુ. 

જજમાં રહેલા પુનિત પાઠક સાથે પ્રેન્ક કરવામાં આવ્યુ હતુ. એટલે કે મઝાક કરવામાં આવ્યો હતો. 25 જૂન 2015ના પ્રસારિત એપિસોડમાં આ ઘટના બનવા પામી હતી. 1 કલાક થી વધુના આ એપિસોડમાં તમે 45મી મિનિટે સંપૂર્ણ ઘટનાનું સત્ય જોઈ શકો છો. આ વિડિયો તમે નીચે જોઈ શકો છો.

તેમજ ડાન્સ ઈન્ડિયા ડાન્સની સિઝન પાંચનો આ પહેલો એપિસોડ તમે લિંક પર ક્લિક કરી જોઈ શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો એક પ્રેન્ક છે જજ પુનિત સાથે મઝાક કરવામાં આવી હતી. પરંતુ તેને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.  

Avatar

Title:શું ખરેખર ભાજપાના નેતાના પુત્ર દ્વારા ડાન્સ શોમાં દાદાગીરી કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False