Fake News: શું ખરેખર આ વીડિયો દરિયાની અંદર ડુબેલી દ્વારકાનો છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

વાયરલ વીડિયો અમદાવાદ સ્થિત સાયન્સ સિટીના એક્વેરિયમનો છે, દ્વારકાની અંદરના દરિયાનો હોવાની વાત તદ્દન ખોટી છે.

પાણીની નીચે બનેલી ટનલનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પાણીની અંદરની ટનલની બહાર, એક ખંડેર પ્રાચીન મંદિર આકારની ઇમારત દેખાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો દરિયાની અંદર પાણીમાં હાજર દ્વારકાનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 03 માર્ચ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયો દરિયાની અંદર પાણીમાં હાજર દ્વારકાનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને 24 જૂન 2023 ના રોજ એક્સપ્લોર વિથ નવાઝ નામના ફેસબુક પેજ પર અપલોડ કરવામાં આવેલો વીડિયો પ્રાપ્ત થયો હતો. જે વાયરલ વીડિયો જેવો જ એક વીડિયો છે. વીડિયોમાં 1.51 મિનિટે વાયરલ થયેલા વીડિયોનું દ્રશ્ય જોઈ શકાય છે. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, વીડિયો અમદાવાદ સ્થિત સાયન્સ સિટીના એક્વેરિયમનો છે. 

તેમજ વધુ તપાસ કરતા, અમને ઘણા વીડિયો બ્લોગર્સની યુટ્યુબ ચેનલો પર અપલોડ કરાયેલો સમાન માહિતી સાથેના વાયરલ વીડિયો મળ્યો હતો. ક્રિએટિવ બેબી નામની યુટ્યુબ ચેનલે અમદાવાદ સ્થિત સાયન્સ સિટીના એક્વેરિયમનો વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં 13 સેકન્ડનો વાયરલ વીડિયોનો ભાગ જોઈ શકાય છે.

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે અમદાવાદ સાઈન્સ સીટિની ઓથોરિટી નો સંપર્ક સાધ્યો હતો. ત્યાંથી અમને જાણકરી મળી હતી કે, આ વીડિયો સાઈન્સ સિટીનો જ છે. આ વીડિયો દ્વારકાના દરિયાનો હોવાની વાત તદ્દન ખોટી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયો અમદાવાદ સ્થિત સાયન્સ સિટીના એક્વેરિયમનો છે, જેને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખોટા દાવા કરીને શેર કરવામાં આવી રહ્યો છે. દ્વારકાની અંદરના દરિયાનો હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: શું ખરેખર આ વીડિયો દરિયાની અંદર ડુબેલી દ્વારકાનો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False