શું ખરેખર જો બાયડેન જ્યોર્જ ફ્લોયડની દિકરી સામે પગે પડી માફી માંગી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળકી સામે વૃધ્ધ વ્યક્તિ એક ગોઠણ પર બેસી વાત કરી રહ્યા હોવાનું દેખાઈ રહ્યુ છે. જ્યારે તેમની આજુ-બાજુમાં ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જો બાયડેન જ્યોર્જ ફ્લોયડની દિકરી સામે ઘૂંટણે બેસીને માફી માંગી રહ્યા છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, જો બાયડેન જે બાળકી સામે ઘૂંટણે બેઠા છે તે જ્યોર્જ ફ્લોયડની દિકરી નથી. જ્યોર્જ ફ્લોયડની દિકરી હોવાનો દાવો ખોટો સાબિત થાય છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vijay Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 નવેમ્બર 2020ના અપના અડ્ડા નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જો બાયડેન જ્યોર્જ ફ્લોયડની દિકરી સામે ઘૂંટણે બેસીને માફી માંગી રહ્યા છે.”

Facebook | FB post archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે એ જાણવા પ્રયત્ન કર્યો હતો કે, “જ્યોર્જ ફ્લોયડ નામના વ્યક્તિ કોણ હતા. દરમિયાન અમને જાણવા મળ્યુ હતુ કે, “જ્યોર્જ ફ્લોયડ એ 46 વર્ષિય આફ્રિકી-અમેરિકી વ્યક્તિ હતા. 25 મે 2020ના મિનિયા પોલિસ દ્વારા જ્યોર્જ ફ્લોયડ નામના આ વ્યક્તિને જમીન પર પછાડી દેવામાં આવ્યો હતો અને હથકડી લગાવ્યા બાદ તેનું માથું જમીન પર દબાવી દેવામાં આવ્યુ હતુ અને તેનું મૃત્યુ થયુ હતુ. જે ઘટનામાં મિનિયા પોલીસ દ્વારા ત્રણ અધિકારીઓને પોલીસ વિભાગમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.” જે અંગેની માહિતી ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલમાં પ્રસારિત કરવામાં આવી હતી.

તેમજ જો બાયડેન અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી તારીખ 8 નવેમ્બર 2020 ના જીત્યા હતા. જે અંગેની માહિતી આપતા સમાચાર મિડિયા હાઉસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને OutlookIndia નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો, અને માહિતી આપવામાં આવી હતી કે, “ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાયડન સીજે બ્રાઉન સાથે મુલાકાત લે છે, અને બાયડન તેના પૌત્ર-પૌત્રો માટે ખરીદી કરવા પહોંચ્યા ત્યારે થ્રી તેરના માલિકના પુત્ર અને પિતા ક્લેમેન્ટ બ્રાઉન ડેટ્રોઇટ સ્ટોર. બિડેન પ્રચાર કાર્યક્રમો માટે મિશિગનની મુલાકાત લઈ રહ્યા છે.

Outlookindia | Archive

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી દરમિયાન અમને જો બાયડનના ઓફિશિયલ ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટો પ્રાપ્ત થઈ હતી. તેમણે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, “constant reminder of why I’m in this fight. We need to build an economy that gives them and their families a fair shot. We need to root out systemic racism so they grow up in a more just nation than we have now. We need to combat climate change so there’s a world left for them to thrive in. I believe in a better future for our children and will fight for them until the very end.” 

ત્યારબાદ વધૂ શોધ કરતા અમને ન્યુ યોર્ક સ્થિત રોયટર્સ પિક્ચર્સના નોર્થ અમેરિકાના એડિટર કોરીના પેરકિન્સ દ્વારા આ ફોટો શેર કરતાની સાથે માહિતી આપી હતી કે, “ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર જો બાયડેન સીજે બ્રાઉન જોડે વાત કરી રહ્યા છે. કારણ કે, તે ડેટ્રાયટ, મિશિગનમાં તેમના પૌત્ર માટે અમુક સામાન ખરીદવા ગયા હતા. “થ્રી થર્ટી” કપડાની દુકાનમાં એક નાનકડી મુલાકાત કરી હતી. આ ફોટો લે મિલિસ દ્વારા લેવામાં આવી હતી.”

Archive

તેમજ લેહ મિલ્સ દ્વારા પણ તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, “મારો ફોટો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં દેખાતો બાળક જ્યોર્જ ફ્લોયડનો દિકરી નથી.”

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, જો  બાયડન ડેટ્રોઇટમાં એક એપેરલ શોપના માલિકના બાળક સાથે વાત કરી રહ્યા છે. ફોટામાં દેખાતો બાળક જ્યોર્જ ફ્લોયડની પુત્રી હોવાની વાત તદ્દન ખોટી છે. 

Avatar

Title:શું ખરેખર જો બાયડેન જ્યોર્જ ફ્લોયડની દિકરી સામે પગે પડી માફી માંગી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False