
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફ્રાન્સ ખાતે ચાલી રહેલી હિંસાના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં ઊંચી બિલ્ડીંગ પરથી નીચે પડતી ગાડીઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઊંચી બિલ્ડીંગ પરથી નીચે પડતી ગાડીઓનો આ વીડિયો ફ્રાન્સમાં તાજેતરમાં ચાલી રહેલી હિંસા સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં ઊંચી બિલ્ડીંગ પરથી નીચે પડી રેહલી ગાડીઓનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ફ્રાન્સમાં તાજેતરમાં ચીલી રહેલી હિંસાનો નહીં પરંતુ ‘ધ ફેટ ઓફ ધ ફ્યુરિયસ’ નામની એક ફિલ્મના દ્રશ્યનો છે. આ વીડિયોને ફ્રાન્સમાં તાજેતરમાં ચાલી રહેલી હિંસા સાથે કોઈ જ સંબંધ નથી. સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Bhavesh Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 3 જુલાઈ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઊંચી બિલ્ડીંગ પરથી નીચે પડતી ગાડીઓનો આ વીડિયો ફ્રાન્સમાં તાજેતરમાં ચાલી રહેલી હિંસા સમયનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના સહારાથી સર્ચ કરતાં અમને Movieclips દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોના દ્રશ્યો સાથેનો વીડિયો 29 જુલાઈ, 2017 ના રોજ મૂકવામાં આવ્યો હતો. જેની સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, The Fate of the Furious (2017) – Raining Cars Scene..

ઉપરોક્ત માહિતી પરથી એ સાબિત થાય છે કે, આ વીડિયો ‘ધ ફેટ ઓફ ધ ફ્યૂરિયસ’ ફિલ્મનો છે. આ વીડિયો તમે નીચે જોઈ શકો છો.
‘ધ ફેટ ઑફ ધ ફ્યૂરિયસ’ ફિલ્મ –
‘ધ ફેટ ઑફ ધ ફ્યૂરિયસ’ ફિલ્મ, ઇન્ટરનેશનલ લેવલ પર ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 8 તરીકે પણ જાણીતું છે. એફ ગેરી ગ્રે દ્વારા નિર્દેશિત તેમજ ક્રિસ મોર્ગન દ્વારા લખાયેલ આ એક 2017 ની યુએસ એક્શન ફિલ્મ છે.
અમારી વધુ તપાસમાં અમને એક યુટ્યુબ ચેનલ મળી જેમાં ‘ધ ફેટ ઑફ ધ ફ્યૂરિયસ’ ફિલ્મમાં કારના દ્રશ્યને કેવી રીતે ફિલ્મવામાં આવ્યું છે, તેના વિશે તેમાં દર્શાવવામાં આવ્યું છે. આ વીડિયો તમે નીચે જોઈ શકો છો.
17 વર્ષના યુવક નાહેલના મોત પછી ફ્રાન્સમાં હિંસા
રાજધાની પેરિસને અડીને આવેલા નાનતેરેમાં 17 વર્ષના છોકરાનું ગોળીબારમાં મૃત્યુ થવાને કારણે મંગળવારે ફ્રાન્સમાં હિંસા ફાટી નીકળી હતી. પોલીસનું કહેવું છે કે, જે યુવકનું મૃત્યુ થયું છે તે કથિત રીતે કારને ગેરરીતિથી ચલાવતો હતો. તેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નહોતું. જ્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. મૃત્યુ પામનાર સગીર આફ્રિકન મૂળનો હતો.પરંતુ આ ઘટનાના વીડિયોએ પોલીસનો પર્દાફાશ કર્યો.વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, નાનતેરેના એક રસ્તા પર બે પોલીસ અધિકારીઓ પીળી કારને રોકીને વાત કરે છે. આ દરમિયાન થોડીક દલીલબાજી થાય છે અને ડ્રાઈવરે અચાનક કારને ઝડપી દોડાવી હતી. ત્યારબાદ પોલીસ અધિકારી ડ્રાઈવરને માથામાં ગોળી મારી દે છે અને આ કાર આગળ જઈને દિવાલ સાથે અથડાઈ જાય છે. જે બાદ 17 વર્ષીય સગીરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઊંચી બિલ્ડીંગ પરથી નીચે પડી રેહલી ગાડીઓનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ફ્રાન્સમાં તાજેતરમાં ચીલી રહેલી હિંસાનો નહીં પરંતુ ‘ધ ફેટ ઓફ ધ ફ્યુરિયસ’ નામની એક ફિલ્મના દ્રશ્યનો છે. આ વીડિયોને ફ્રાન્સમાં તાજેતરમાં ચાલી રહેલી હિંસા સાથે કોઈ જ સંબંધ નથી. સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.

Title:જાણો ઊંચી બિલ્ડીંગ પરથી નીચે પડી રહેલી ગાડીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….
Written By: Vikas VyasResult: False
