પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગોવાના બીચનો નહિં પરંતુ સિડનીના રોયલ નેશનલ પાર્કનો વીડિયો છે. ગોવાનો હોવાની વાત તદ્દન ખોટી છે.

વિશાળકાય મોજા દરિયા કિનારે ઉછડતા હોય અને લોકો તેનાથી બચવા દોડી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગોવાના બીચ પર અચાનક દરિયાના મોજા ઉછડતા હોવાનો વીડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

im_navghan_vakatar નામના ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા તારીખ 13 જૂન 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગોવાના બીચ પર અચાનક દરિયાના મોજા ઉછડતા હોવાનો વીડિયો છે.”

Instagram | IN post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને વાયરલહોગ નામની યુટ્યુબ ચેનલ પર આ જ વીડિયો પ્રાપ્ત થયો હતો. જે 13 જાન્યુઆરી 2016ના અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “એક વિશાળ તરંગ સિડનીમાં ફિગર 8 રોક પુલ્સમાં સ્લેમ કરે છે.

7News Sydney નામના ફેસબુક યુઝર દ્વારા તેમના ઓફિશિયલ ફેસબુક પેજ પરથી આ વીડિયોને 10 જાન્યુઆરી 2016ના શેર કર્યો હતો અને માહિતી આપી હતી કે, “રોયલ નેશનલ પાર્કમાં ફિગર 8 પૂલ પર વિશાળ તરંગના કારણે ત્રણ લોકોને ઇજા પહોંચી છે.”

Archive

તેમજ Dailymail.uk દ્વારા સિડનીના રોયલ નેશનલ પાર્કને લઈ ઘણી પોસ્ટ શેર કરી હતી. જેની સાથે આ પાર્કના ઘણા વીડિયો શેર કરવામાં આવ્યા હતા. જે તમે આ લિંક પર ક્લિક (સંગ્રહ) કરીને જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગોવાના બીચનો નથી આ વીડિયો ઓસ્ટ્રેલિયાના સિડનીના રોયલ નેશનલ પાર્કનો વીડિયો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ઓસ્ટ્રેલિયાના સિડનીના વીડિયોને ગોવાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False