પશ્ચિમ બંગાળના જૂના વીડિયોને હાલના વાવાઝોડાનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

આ વીડિયો ગત વર્ષનો છે. જ્યાં સેલ્ફી લેતી વખતે જીવલેણ મોજાએ યુવકને દરિયામાં ખેચી લીધો હતો જો કે, બાદમાં તેમને બચાવી લેવામાં આવ્યો હતો.

બિપોરજોય વાવાઝોડા બાદ ગુજરાતના સોશિયલ મીડિયામાં અનેક સાચા-ખોટા વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવાન પાણીમાં તણાતો જોઈ શકાય છે. જો કે, બાદમાં તેને બચાવી લેવામાં આવે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો હાલમાં આવેલા વાવાઝોડા દરમિયાનનો છે અને એનડીઆરએફની ટીમ દ્વારા તેને બચાવી લેવામાં આવ્યો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Dharmesh soni. નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂન 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયો હાલમાં આવેલા વાવાઝોડા દરમિયાનનો છે અને એનડીઆરએફની ટીમ દ્વારા તેને બચાવી લેવામાં આવ્યો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને Ommcomnews નામની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અહેવાલ 14 ઓગસ્ટ 2022ના પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “પશ્ચિમ બંગાળના દિઘા બીચ પર આજે સવારે ન્હાતી વખતે બંગાળની ખાડીમાં એક યુવક ડૂબવાથી બચી ગયો હતો. સુભાપ્રસાદ મંડલ તરીકે ઓળખાયેલ યુવક મિદનાપુરનો વતની છે અને તે દિઘા ફરવા આવ્યો હતો.” 

Ommcomnews.com | Archive

તેમજ OTV નામની યુટ્યુબ ચેનલ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે આ યુવાનનું નિવેદન પણ પ્રકાશિત કરવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ Kalinga Tv અને Sangbad Pratidin દ્વારા પણ આ જ માહિતી સાથેનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં વીડિયો ગત વર્ષનો છે. જ્યાં સેલ્ફી લેતી વખતે જીવલેણ મોજાએ યુવકને દરિયામાં ખેચી લીધો હતો જો કે, બાદમાં તેમને બચાવી લેવામાં આવ્યો હતો.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:પશ્ચિમ બંગાળના જૂના વીડિયોને હાલના વાવાઝોડાનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: False