‘મેરા નામ જોકર’ ફિલ્મ રાહુલ ગાંધીના જન્મદિને રિલીઝ થઈ હોવાની ખોટી માહિતી વાયરલ….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીના નામે એક માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 19 જૂન, 1970 એટલે કે રાહુલ ગાંધીના જન્મદિવસે જ ફિલ્મ ‘મેરા નામ જોકર’ રિલીઝ થઈ હતી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, રાહુલ ગાંધીનો જન્મ 19 જૂન, 1970 માં થયો હોવાની માહિતી સાચી છે પરંતુ ફિલ્મ ‘મેરા નામ જોકર’ 18 ડિસેમ્બર, 1970 ના રોજ રિલીઝ થઈ હતી. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Hindu Yogendra Aepa નામના ફેસબુક યુઝર દ્વારા 19 જૂન, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એં લખવામાં આવ્યું છે કે, 19 June 1970 એટલે કે આજ નાં દિવસે ફિલ્મ ..મેરા નામ જોકર.. અને દુનિયાં માં પપ્પુ બંને એકજ દિવસે રીલીઝ થયા હતા...🤣😜. જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 19 જૂન, 1970 એટલે કે રાહુલ ગાંધીના જન્મદિવસે જ ફિલ્મ ‘મેરા નામ જોકર’ રિલીઝ થઈ હતી.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ રાહુલ ગાંધીનો જન્મ ક્યારે થયો હતો એ જાણવાની કોશિશ કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, રાહુલ ગાંધીનો જન્મ 19 જૂન, 1970 ના રોજ થયો હતો.
અમારી વધુ તપાસમાં અમને અન્ય કેટલાક મીડિયા માધ્યમો દ્વારા પણ પ્રસારિત કરવામાં આવેલા અહેવાલો પરથી જાણવા મળ્યું હતું કે, રાહુલ ગાંધીનો જન્મ 19 જૂન, 1970 ના રોજ થયો હતો. જે તમે અહીં જોઈ શકો છો. britannica.com | timesofindia.indiatimes.com
હવે એ પણ જાણવું જરુરી હતું કે, શું આજ દિવસે ફિલ્મ ‘મેરા નામ જોકર’ રિલીઝ થઈ હતી કે કેમ?
આ માહિતી જાણવા માટે અમે ફરી ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને IMDB (ઈન્ટરનેટ મુવી ડેટાબેઝ) ની સત્તાવાર વેબસાઈટ imdb.com પર ફિલ્મ ‘મેરા નામ જોકર’ ની તમામ માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં આ ફિલ્મ 18 ડિસેમ્બર, 1970 ના રોજ રિલીઝ થઈ હોવાની માહિતી આપવામાં આવી છે.
અન્ય કેટલીક જગ્યાએ પણ અમને ફિલ્મ ‘મેરા નામ જોકર’ 18 ડિસેમ્બર, 1970 ના રોજ રિલીઝ થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. sacnilk.com | indiatoday.in
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, રાહુલ ગાંધીનો જન્મ 19 જૂન, 1970 માં થયો હોવાની માહિતી સાચી છે પરંતુ ફિલ્મ ‘મેરા નામ જોકર’ 18 ડિસેમ્બર, 1970 ના રોજ રિલીઝ થઈ હતી. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Title:‘મેરા નામ જોકર’ ફિલ્મ રાહુલ ગાંધીના જન્મદિને રિલીઝ થઈ હોવાની ખોટી માહિતી વાયરલ....
Written By: Vikas VyasResult: Misleading