શું ખરેખર નુપૂર શર્માના નિવેદન બાદ બીજા દેશોમાંથી ભારતીય લોકોને સ્વદેશ પરત મોકલવામાં આવી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

ભાજપની પ્રવક્તા નુપૂર શર્મા દ્વારા મહંમદ પયગંબર પર કરવામાં આવેલા નિવેદન બાદ બારત તેમજ અન્ય દેશોમાં પણ તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપની પ્રવક્તા નુપૂર શર્મા દ્વારા મહંમદ પયગંબર પર કરવામાં આવેલા નિવેદન બાદ બીજા દેશોમાં રહેતા ભારતીયોને સ્વદેશ પરત મોકલવામાં આવી રહ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ માર્ચ 2022 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. જ્યારે નુપૂર શર્મા દ્વારા મહંમદ પયગંબર પર મે 2022 માં નિવેદન આપવામાં આવ્યું છે. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને નુપૂર શર્માના નિવેદનની ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Atul Kumar Yadav  નામના ફેસબુક યુઝર દ્વારા 9 જૂન, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બોવ લઈ હાલીતી નૂપુર શર્મા નિવેદન ના કારણે અંધભકતો બરાબર જોજો શું અસર થશે બીજા દેશોમાં રેહતા ને નોકરી કરતા લોકો ની હાલત. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપની પ્રવક્તા નુપૂર શર્મા દ્વારા મહંમદ પયગંબર પર કરવામાં આવેલા નિવેદન બાદ બીજા દેશોમાં રહેતા ભારતીયોને સ્વદેશ પરત મોકલવામાં આવી રહ્યા છે તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો QN QATAR દ્વારા 29 માર્ચ, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, રેડકો ઈન્ટરનેશનલ કંપની તેના કર્મચારીઓને ઘરે જવાની ટિકિટો આપી રહી છે.

ઉપરોક્ત વીડિયો 29 માર્ચ, 2022ના રોજ પ્રકાશિત થયો હતો. જેના પરથી એ સ્પષ્ટ થાય છે કે, વીડિયોમાં નૂપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ કોઈપણ ગલ્ફ દેશ તેના ભારતીય કર્મચારીઓને પરત મોકલી રહ્યો નથી.

ઉપરોક્ત વીડિયોમાં બનેલી ઘટનાને ધ્યાનમાં રાખીને અમે ફેસબુક પર જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, એક ફેસબુક યુઝરે આજ વીડિયોને શેર કરીને એવું કહ્યું છે કે, આ કતારનો 3 મહિના જૂનો વીડિયો છે.

વધુમાં તેણે એ પણ જણાવ્યું હતું કે, કર્મચારીઓ કંપની નુકશાનમાં ચાલી રહી હોવાને કારણે કંપની છોડી રહ્યા છે.

અમારી વધુ તપાસમાં અમને આવો જ વધુ એક વીડિયો QN QATAR દ્વારા જ 23 માર્ચ, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. જેની સાથે એવું લખવામાં આયું હતું કે, રેડકો ઈન્ટરનેશનલ કંપની દ્વારા કર્મચારીઓનો પગાર કરવામાં સમસ્યા ઉભી થઈ હતી. જેને પગલે કર્મચારીઓ 3 મહિનાથી હડતાળ પર હતા. આ ઘટના રેયાન ઈન્ડસ્ટ્રીયલ એરિયા 47, કતારની છે.

વધુમાં અમને એ જાણવા મળ્યું હતું કે, રેડકો ઈન્ટરનેશનલ કંપનીના કર્મચારીઓ હડતાળ પર હતા કારણ કે, તેમની કંપની ખોટમાં ચાલી રહી હતી અને તેમને તેમનો પગાર મળતો ન હતો. જો કે, આના પરિણામે કંપનીએ તેમના કર્મચારીઓને તેમના વતન પાછા ફરવા માટે ટિકિટ આપી હતી.  

રેડકો કંપનીના કર્માચારીઓના વિરોધનો વીડિયો તમે અહીં જોઈ શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ માર્ચ 2022 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. જ્યારે નુપૂર શર્મા દ્વારા મહંમદ પયગંબર પર મે 2022 માં નિવેદન આપવામાં આવ્યું છે. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને નુપૂર શર્માના નિવેદનની ઘટના સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:શું ખરેખર નુપૂર શર્માના નિવેદન બાદ બીજા દેશોમાંથી ભારતીય લોકોને સ્વદેશ પરત મોકલવામાં આવી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False