બે દાતાની કિડની ઉપલબ્ધ હોવાને નામે ત્રણ વર્ષ જુનો મેસેજ ફરી વાયરલ… જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National

હાલ છેલ્લા એક મહિનામાં એક મેસેજ ગુજરાતના સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કિડની ડોનેટને લઈ મેસેજ કરવામાં આવી રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “બે વ્યક્તિની કિડની ઉપલબ્ધ છે. જેમની છેલ્લી ઈચ્છા કિડની ડોનેટ કરવાની છે.” તેમજ બે નંબર પણ સાથે આપવામાં આવ્યા છે. અને બ્લડ ગ્રુપની માહિતી પણ આપવામાં આવી છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ મેસેજ છેલ્લા ત્રણ વર્ષથી સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકોને ગેરમાર્ગે દોરવા આ મેસેજ ફેલાવવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Neelu Johar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 ઓગસ્ટ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બે વ્યક્તિની કિડની ઉપલબ્ધ છે. જેમની છેલ્લી ઈચ્છા કિડની ડોનેટ કરવાની છે.”

Facebook 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા મેસેજને ધ્યાનથી વાંચી આ અંગે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ મેસેજ વર્ષ 2018થી સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

આમ, એ જાણવા મળ્યુ હતુ કે, આ મેસેજ હાલનો નથી. ત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બંને નંબર પણ ફોન કરી સંપર્ક સાધવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ બંને નંબર પણ સંપર્ક થઈ શક્યો ન હતો. 

તેમજ જૂદા-જૂદા સમયે અનેક ફાઉન્ડેશન (વર્ષ 2019) દ્વારા આ મેસેજ ફેક હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

ત્યારબાદ અમે ટ્રુ કોલર એપ્લીકેશન પર નંબર અંગે માહિતી સર્ચ કરતા અમને પ્રવિણ ચાવડા નામના વ્યક્તિનો આ નંબર હોવાનું જાણવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

તે નામ પરથી અમે ફેસબુક પર સર્ચ કરતા અમને આ નંબરનો ભૂતકાળમાં ઉપયોગ કરનાર સંજયભાઈનો સંપર્ક થયો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે ખોટો મેસેજ કોઈ સરારતી તત્વો દ્વારા બનાવી તેમાં મારો નંબર નાખી અને લોકોને ગેરમાર્ગે દોરવાનું કાર્ય કર્યુ હતુ. જેથી પરેશાન થઈ મે આ નંબરનો ઉપયોગ બંધ કરી દિધો છે.” 

તેમજ અમે એમડી ડોકટર ડો. કૃણાલ સોલંકીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ પણ વ્યક્તિ પોતાની કિડની દાન કરી શકે નહિં તેના માટે જરૂરી મેડિકલ પ્રક્રિયા પૂર્ણ કરવી પડે, આ રીતે મેસેજ ફરતો કરીને કોઈ કિડની દાન ન કરી શકે.” 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ મેસેજ છેલ્લા ત્રણ વર્ષથી સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકોને ગેરમાર્ગે દોરવા આ મેસેજ ફેલાવવામાં આવી રહ્યો છે.

Avatar

Title:બે દાતાની કિડની ઉપલબ્ધ હોવાને નામે ત્રણ વર્ષ જુનો મેસેજ ફરી વાયરલ…

Fact Check By: Yogesh Karia 

Result: False