TV Report – टीवी रिपोर्ट નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“इस वीडियो मे एक *मालगाड़ी* दिखाई गई है l यह ट्रेन *चीन* से चलती है , और *कजाकिस्तान, रूस, बेलारूस , पोलैंड* होते हुये *10214* किलोमीटर का सफर तय करके *जर्मनी* पहुँचती है , और फिर जर्मनी से वापस चीन जाती है । इस ट्रेन को *13 जून 2018* को शुरु किया गया था , और इस ट्रेन मे *200 डिब्बे* हैं, जिन्हे बढाकर 300 किया जा रहा है l 10214 किलोमिटर की दूरी यह ट्रेन *14 दिनों* मे पूरी करती है , जबकि समुद्री जहाज से लगभग *60* दिन लगते हैं l *इस गजब के वीडियो मे देखिये, कि किस तरह से यह ट्रेन एक पहाड के चारों ओर चलती है और एक सांप का आकार ग्रहण कर लेती है... पहाड़ी ट्रेक होने के कारण इस ट्रेन मे 4 इंजन लगाने पड़ते हैंl” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 57 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. જ્યારે 80 થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ચીન છો અને તે ટ્રેન 10214 કિમિનું અંતર કાપે છે અને તે વર્ષ 2018માં શરૂ કરવામાં આવી છે.

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરવા પ્રયત્ન કર્યો હતો.

ઉપરોક્ત પરિણામો પરથી અમને demotywatory.pl નામની વેબસાઈટ દ્વારા વર્ષ 2017માં પબ્લીશ કરવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જોવા મળ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ARTICLE | ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી એ તો સાબિત થઈ ગયુ હતુ કે, આ વિડિયો હાલનો નથી. તેથી અમે ગૂગલ પર અલગ-અલગ કિવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો કેલિફોનિયાનો છે. તેમજ વિડિયોમાં જે સર્કલ બતાવવામાં આવ્યુ છે. તે TEHACHAPI LOOP થી પ્રખ્યાત છે. તેમજ અમેરિકામાં તેને નેશનલ હિસ્ટોરિકલ એન્જીનિયરિંગ લેન્ડમાર્ક પણ જાહેર કરવામાં આવ્યુ છે.tripadvisor.com નામની વેબસાઈટ દ્રારા આ ટ્રેનના રૂટ અંગેની સમગ્ર માહિતી આપવામાં આવી છે. જે તમે નીચે જોઈ શકો છો.

TRIPADVISOR | ARCHIVE

ઉપરાંત યુટ્યુબ પર TEHACHAPI LOOP થી સર્ચ કરતા અમને nabukodinosaure નામના યુઝર દ્વારા તારીખ 26 ડિસેમ્બર 2012ના શેર કરવામાં આવેલો 10.19 મિનિટનો વિડિયો પ્રાપ્ત થયો હતો. તેના પરથી જાણવા મળ્યુ હતુ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો આ જ વિડિયોમાંથી કાપી બનાવવામાં આવ્યો છે. આ 10.19 મિનિટનો વિડિયો તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વર્ષ 2018નો નહિં પરંતુ વર્ષ 2012નો છે. તેમજ આ ટ્રેન ચીનમાં નથી દોડતી પરંતુ કેલિફોર્નિયા, અમેરિકામાં દોડે છે. અને તેમાં જે સ્થળ બતાવવામાં આવ્યુ છે. તેનું નામ TEHACHAPI LOOP છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વર્ષ 2018નો નહિં પરંતુ વર્ષ 2012નો છે. તેમજ આ ટ્રેન ચીનમાં નથી દોડતી પરંતુ કેલિફોર્નિયા, અમેરિકામાં દોડે છે. અને તેમાં જે સ્થળ બતાવવામાં આવ્યુ છે. તેનું નામ TEHACHAPI LOOP છે.

Avatar

Title:શું ખરેખર 10214 કિમિનું અંતર કાપતી ટ્રેન ચીન થી વર્ષ 2018માં શરૂ થઈ છે..? જાણો શું છે સત્ય...

Fact Check By: Yogesh Karia

Result: False