
ટોક્યો ઓલમ્પિકમાં ભારતનું ખુબ સારૂ પ્રદર્શન કર્યુ હતુ. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં રેસ્લિંગની મેચ દરમિયાન ભારતીય રેસલર બજરંગ પૂનિયા ચાલુ મેચ દરમિયાન અન્ય વ્યક્તિ સાથે ખુશી શેર કરી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો ટોક્યો ઓલમ્પિક દરમિયાનનો છે. જેમાં બજરંગ પુનિયા સેલિબ્રેશન કરી રહ્યા છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં જાપાનમાં યોજાયેલા ટોક્યો ઓલમ્પિક દરમિયાનનો નહિં પરંતુ વર્ષ 2018ની ‘વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ’ની સેમિફાઇનલ મેચનો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Surat City નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 ઓગસ્ટ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વિડિયો ટોક્યો ઓલમ્પિક દરમિયાનનો છે. જેમાં બજરંગ પુનિયા સેલિબ્રેશન કરી રહ્યા છે.”
Facebook | Fb post Archive | Fb video archive
તેમજ અન્ય યુઝર દ્વારા પણ આ જ વિડિયોને શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે વિડિયોને ધ્યાનથી જોતા અમને તેમા ‘pest 2018’ લખેલુ જોવા મળ્યુ હતુ, જે શંકા ઉપજાવે તેવું હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

આ ક્લુનો ઉપયોગ કરીને, અમે જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને વર્ષ 2018 ‘વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ’નો સેમિફાઇનલ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં પુનિયાએ ક્યુબાના એલેઝાન્ડ્રો એનરિક વાલ્ડેસ ટોબીઅરને હરાવ્યો હતો. ‘યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ’ની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર 21 ઓક્ટોબર 2018ના આ વિડિયો અપલોડમાં કરવામાં આવ્યો હતો. જે વિડિયો વાયરલ વિડિયો સાથે મળતો આવ છે.
તેમજ વધુ સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, પુનિયાના કોચ બેન્ટિનીડિસે દ્વારા ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા વીડિયોમાંથી કેટલીક તસવીરો વર્ષ 2018માં પોસ્ટ કરી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં જાપાનમાં યોજાયેલા ટોક્યો ઓલમ્પિક દરમિયાનનો નહિં પરંતુ વર્ષ 2018ની ‘વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ’ની સેમિફાઇનલ મેચનો છે.

Title:બજરંગ પુનિયાના વર્ષ 2018ના વિડિયોને ટોક્યો ઓલમ્પિકના નામે ફેલાવવામાં આવી રહ્યો…
Fact Check By: Yogesh KariaResult: False
