પતંજલિના સિમકાર્ડમાં 365 રૂપિયામાં તમામ વસ્તુઓ અનલિમિટેડ મળશે..? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

નિ:શબ્દ પ્રેમ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 માર્ચ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જિયોને ટક્કર આપવા આવી ગયું પતંજલિ સિમ કાર્ડ, 365 રૂપિયામાં 1 વર્ષની વેલીડીટી સાથે જ બધું જ અનલિમિટેડ ફ્રી શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2200 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, 46 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 1600 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.

ARCHIVE | PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી, જો આ પ્રકારનો પ્લાન માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો હોય તો ખૂબ જ મોટી વાત કહેવાય અને ટેલિકોમ સેક્ટરમાં ખળભળાટ મચી ગયો હોય, તેથી અમે ગૂગલ પર “patanjali sim card plan details” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા 2018માં પતંજલિ દ્વારા લોન્ચ કરવામાં આવેલા સિમકાર્ડના પ્લાનની જાણકારી મળી હતી. જેમાં ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવવામાં આવેલા મુજબનો એક પણ પ્લાન અમને જાણવા મળ્યો ન હતો. જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા આપવામાં આવેલા પ્લાનની વિગતો તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ARCHIVE

ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં મળેલા પરિણામો બાદ અમે અમારી પડતાલને આગળ વધારતા અમે BSNL ના કસ્ટમર કેરમાં આ અંગે વાત કરી હતી અને પ્લાન અંગે પુછતા તેમને અમને જણાવ્યુ હતુ કે, પતંજલી બીએસએનએલ દ્રારા ત્રણ જ પ્લાન લોંચ કરવામાં આવ્યા છે. જેમાં 144, 792 અને 1584 રૂપિયા વાળા જ પ્લાન છે, તમે જે કહી રહ્યા છો તેવો કોઈ પ્લાન લોંચ કરવામાં નથી આવ્યો

(FILE PHTO)

ઉપરોક્ત આર્ટીકલના અંતમાં લખવામાં આવ્યુ હતુ કે આ સિમ કાર્ડનું નામ સ્વદેશી સ્મૃધ્ધિ સિમ કાર્ડ રાખવામાં આવ્યું છે. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

આ અંગેની પૃષ્ટી કરવી જરૂરી જણાતા અમે ગૂગલપર “swadeshi samriddhi sim card” સિમકાર્ડ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને સ્વદેશી સમૃધ્ધી.કોમ નામના પતંજલીની વેબસાઈટ મળી હતી. તેમાં આપવામાં આવેલા કસ્ટમર કેર જોડે વાત કરતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, સ્વદેશી સ્મૃધ્ધીએ કોઈ સિમકાર્ડ નહિં પરંતુ શોપિંગ કાર્ડ છે. તમે જે કહી રહ્યા છો તે વાત સાવ ખોટી અને પાયા વિહોણી વાત છે.

ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનો કોઈ પ્લાન પતંજલિ દ્વારા લોન્ચ નથી કરવામાં આવ્યો. પતંજલિ દ્વારા જે-તે સમયે લોન્ચ કરવામાં આવેલા 3 પ્લાન જ હાલ પણ કાર્યરત છે. અન્ય કોઈ પ્લાન લોન્ચ કરવામાં નથી આવ્યા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પતંજલિ દ્વારા આ પ્રકારે કોઈ પ્લાન લોન્ચ કરવામાં નથી આવ્યો, લોકોમાં ભ્રામક્તા ફેલાવવા જ આ પોસ્ટ શેર કરવામાં આવી હોવાનુ અમારી પડતાલમાં સાબિત થાય છે.

Avatar

Title:પતંજલિના સિમકાર્ડમાં 365 રૂપિયામાં તમામ વસ્તુઓ અનલિમિટેડ મળશે..? જાણો શું છે સત્ય…

Fact Check By: Frany Karia 

Result: False