રામમંદિર ઉત્સવ પહેલા કાનપુરમાં ‘જટાયુ’ જોવા મળ્યુ હોવાની વાત ભ્રામક છે... જાણો શું છે સત્ય....
કાનપુરના કર્નલગંજના ઇદગાહ કબ્રસ્તાનમાં હિમાલયની બરફીલા શિખરોમાં જોવા મળતું ગ્રિફોન ગીધ મળી આવ્યું હતું. આ પહેલા પણ ઘણી વખત ભારતના અનેક શહેરોમાં ગીધ જોવા મળ્યા છે.
રામ મંદિર ઉત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે એક ગીધનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં વિશાળ ગીધ જોવા મળી રહ્યુ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વીડિયોમાં દેખાતો પ્રાણી જટાયુ છે અને તે ઉત્તર પ્રદેશના કાનપુરમાં પહેલીવાર જોવા મળ્યો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 29 ડિસેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વીડિયોમાં દેખાતો પ્રાણી જટાયુ છે અને તે ઉત્તર પ્રદેશના કાનપુરમાં પહેલીવાર જોવા મળ્યો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને 9 જાન્યુઆરી 2023 ના Zee News દ્વારા પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “હિમાલયન પ્રજાતિનું આ ગીધ કાનપુરના કર્નલગંજ સ્થિત ઇદગાહ કબ્રસ્તાનમાં મળી આવ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ગીધ જોડીમાં હતા, જેમાંથી એકને પકડીને પ્રાણીસંગ્રહાલય પ્રશાસનને સોંપવામાં આવ્યુ હતુ, જ્યારે અન્ય ઉડી ગયો હતો. નિષ્ણાતોના મતે નર અને માદા ગીધ સામાન્ય રીતે જોડીમાં રહે છે. આવી સ્થિતિમાં બીજું ગીધ માદા હોવાની શક્યતા છે. હાલમાં પ્રાણી સંગ્રહાલય પ્રશાસન અને વન વિભાગની ટીમ તેને શોધવામાં વ્યસ્ત છે. ઈદગાહમાં રહેતા સફીકે જણાવ્યું કે ઈદગાહ પાસે ગીધની જોડી ઘણા દિવસોથી પડાવ નાખી રહી હતી. કદમાં તેઓ સામાન્ય ગીધ કરતા ઘણા મોટા અને સફેદ હોય છે. કેટલાક કૂતરાઓ તેમનો પીછો કરવા લાગ્યા અને તેમને બચાવવા તેમને પકડવાનો પ્રયાસ કર્યો. એક પકડાઈ ગયો જ્યારે બીજો નાસી ગયો. આ પછી પોલીસે પકડાયેલા ગીધને પ્રાણી સંગ્રહાલય પ્રશાસનને સોંપી દીધું. અહીં તેને 15 દિવસ માટે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો છે. હિમાલયની પ્રજાતિના ત્રણ વધુ ગીધને પણ અહીં રાખવામાં આવ્યા છે.”
તેમજ વધુ સર્ચ કરતા અમને નવભારત ટાઈમ્સની વેબસાઈટ પર એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. આ અહેવાલ 10 જાન્યુઆરી 2023ના રોજ પ્રકાશિત થયો હતો. રિપોર્ટ અનુસાર, “કર્નલગંજના ઇદગાહ કબ્રસ્તાનમાં ગીધ મળ્યા બાદ તેને વન વિભાગની ટીમને સોંપવામાં આવ્યું હતું. કાનપુર પ્રાણીસંગ્રહાલયના ડેપ્યુટી ડાયરેક્ટર ડો.અનુરાગ સિંહે જણાવ્યું કે, જ્યારે હિમાલયન પ્રજાતિના ગીધને તેમની પાસે લાવવામાં આવ્યું ત્યારે તેના પગ બાંધેલા હોવાને કારણે તે ઘાયલ થઈ ગયું હતું. તે પણ આઘાતમાં હતો." તેની સારવાર કરવામાં આવી છે અને થોડા દિવસો સુધી તેનું નિરીક્ષણ કરવામાં આવશે."
તેમજ અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આ અંગે વિશેષ માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે આ લિંક, લિંક, લિંક પર ક્લિક કરી વાંચી શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, કાનપુરના કર્નલગંજના ઇદગાહ કબ્રસ્તાનમાં હિમાલયની બરફીલા શિખરોમાં જોવા મળતું ગ્રિફોન ગીધ મળી આવ્યું હતું. આ પહેલા પણ ઘણી વખત ભારતના અનેક શહેરોમાં ગીધ જોવા મળ્યા છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:રામમંદિર ઉત્સવ પહેલા કાનપુરમાં ‘જટાયુ’ જોવા મળ્યુ હોવાની વાત ભ્રામક છે... જાણો શું છે સત્ય....
Written By: Frany KariaResult: False