શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અદાણીની પત્નીને નમન કરી રહ્યા છે….? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Rekkha Pandya નામના ફેસબુક યુઝર દ્રારા તારીખ 16 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. यह महिला उद्योगपति अडानी की पत्नी हैझुकी हुई गर्दन को पहिचाने…! ये हालत है देश के पीएम की. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 114 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 49 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 104 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અદાણીની પત્નીને નમન કરવામાં આવી રહ્યુ છે.” 

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને FRIENDS OF BJP નામના ફેસબુક યુઝર દ્વારા 29 નવેમ્બર 2014ની એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, નરેન્દ્ર મોદી કર્ણાટકાના તુમકુરના મેયર ગીતા રૂદ્રેશને નમસ્કાર કરી રહ્યા છે. જ્યારે તેઓ ફૂડ પાર્કના ઈન્રોગ્રેશનમાં આવ્યા હતા. જો કે, આ પોસ્ટ મોદી અદાણીના પત્નીને નમન કરી રહ્યા હોવાનું કરી અને વાયરલ થઈ રહી છે. જે પોસ્ટ તમે નીચે જોઈ શકો છો. 

FACEBOOK 

તેમજ અમને KARNATAKA.COM નામના ફેસબુક યુઝરની 25 સપ્ટેમ્બર 2014ની એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ જણાવવામાં આવ્યુ હતુ કે, નરેન્દ્ર મોદી કર્ણાટકાના તુમકુરના મેયર ગીતા રૂદ્રેશને નમસ્કાર કરી રહ્યા છે. અને ફોટો તારીખ 24 સપ્ટેમ્બર 2014ની છે.  જે તમે નીચે જોઈ શકો છો. 

FACEBOOK 

તેમજ અમને VIJAYAKARNATAKA.COM નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પણ જણાવવામાં આવ્યુ હતું કે, પ્રધાન મંત્રી નરેન્દ્રમોદી 24 સપ્ટેબર 2014ના કર્ણાટકની મુલાકાતે આવ્યા હતા. જે અહેવાલ તમે નીચે વાંચી શકો છો. 

VIJAYAKARNATAKA.COM | ARCHIVE

આમ, ઉપરોક્ત પડતાલ પરથી સાબિત થાય છે કે, નરેન્દ્રમોદી અદાણીની પત્નીને નહિં પરંતુ કર્ણાટકાના તુમકુરના મેયર ગીતા રૂદ્રેશને નમસ્કાર કરી રહ્યા છે. અને આ ફોટો 24 સપ્ટેમ્બર 2014ની છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, નરેન્દ્રમોદી અદાણીની પત્નીને નહિં પરંતુ કર્ણાટકાના તુમકુરના મેયર ગીતા રૂદ્રેશને નમસ્કાર કરી રહ્યા છે. અને આ ફોટો 24 સપ્ટેમ્બર 2014ની છે.

Avatar

Title:શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અદાણીની પત્નીને નમન કરી રહ્યા છે….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False