શું ખરેખર ટ્યુશન ફી નહિં ભરી શકતા શિક્ષકે વિદ્યાર્થી સાથે લગ્ન કર્યા..? જાણો શું છે સત્ય…
વીડિયોમાંની ઘટના કોઈ વાસ્તિવિક ઘટના નથી. પરંતુ આ એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે. જેને સત્ય માંની લોકોમાં ભ્રામક્તા ફેલાવવા શેર કરવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે એક વિદ્યાર્થીની ફી ભરવામાં અસમર્થ હોવાથી તેના શિક્ષકે તેની સાથે કથિત રીતે લગ્ન કર્યા. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિદ્યાર્થિની ફી ચૂકવવામાં અસમર્થ થયા પછી તેના શિક્ષકે કથિત રીતે તેની સાથે લગ્ન કર્યા.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 06 જાન્યુઆરી 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વિદ્યાર્થિની ફી ચૂકવવામાં અસમર્થ થયા પછી તેના શિક્ષકે કથિત રીતે તેની સાથે લગ્ન કર્યા.”
Instagram | In post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે વાયરલ વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યું કે, વીડિયોમાં જે વાર્તા કહેવામાં આવી તે 'અપન મૈથિલી' નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ત્રણ ભાગમાં અપલોડ કરવામાં આવી હતી.
જેમાંથી બે વીડિયોમાં વાઈરલ થયેલા વીડિયો જેવી જ સ્ટોરી છે. ત્રીજા વીડિયોમાં સ્કૂલ યુનિફોર્મ પહેરેલી છોકરી કહે છે કે, પહેલા તે ખૂબ જ ગરીબ હતી. ફીના પૈસા ન હોવાને કારણે તેને અભ્યાસમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ હવે તેણે તેના માસ્ટર સાથે લગ્ન કર્યા જેનાથી તેની સમસ્યા હલ થઈ ગઈ. આ પછી, તે એવું પણ સૂચન કરે છે કે જો કોઈ અન્ય છોકરી પણ તેની જેમ આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહી છે, તો તે પણ તેના માસ્ટર સાથે લગ્ન કરી શકે છે. બદલામાં માસ્ટરજી તેને મફતમાં શીખવશે.
જો કે વધુ તપાસ કરતા અમને જાણવા મળ્યુ કે, આ ઈન્સ્ટાગ્રામ ચેનલ પર વાઈરલ થયેલા વીડિયો જેવા અન્ય ઘણા વીડિયો છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્કૂલ યુનિફોર્મ પહેરેલી છોકરી એક વીડિયોમાં રિક્ષાચાલક સાથે લગ્ન કરતી જોવા મળી રહી છે અને બીજા વીડિયોમાં તે જ યુનિફોર્મમાં અન્ય વૃદ્ધ સાથે લગ્ન કરતી જોવા મળી રહી છે.
તેમજ જે રીતે વાયરલ વીડિયોમાં વૃદ્ધ વ્યક્તિ એક વીડિયોમાં બે છોકરીઓ સાથે લગ્ન કરતો જોવા મળી રહ્યો છે. જ્યારે અન્ય એક વીડિયોમાં તે પોલીસ વર્દી પહેરેલી મહિલાની માંગણી કરતો જોવા મળે છે.
‘અપન મૈથિલી’ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના બાયો સેક્શનમાં ‘વિડિયો ક્રિએટર’ પણ લખાયેલું છે. તે સ્પષ્ટ છે કે આ એક સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટના તરીકે શેર કરવામાં આવી રહ્યો છે,
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો કોઈ વાસ્તિવિક ઘટના નથી. પરંતુ આ એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે. જેને સત્ય માંની લોકોમાં ભ્રામક્તા ફેલાવવા શેર કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:શું ખરેખર ટ્યુશન ફી નહિં ભરી શકતા શિક્ષકે વિદ્યાર્થી સાથે લગ્ન કર્યા..? જાણો શું છે સત્ય...
Written By: Frany KariaResult: False