ચિતાના જૂના વિડિયોને હાલમાં ભારતમાં લાવવામાં આવેલા ચિતાનો વિડિયો ગણાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

આ વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2021નો છે. આ વિડિયોને હાલમાં ભારતમાં લાવવામાં આવેલા ચિતા સાથે કોઈ લેવા-દેવા નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના જન્મદિન પર 8 ચિતાને ભારતમાં લાવવામાં આવ્યા હતા અને મધ્યપ્રદેશના જંગલમાં છોડવામાં આવ્યા હતા. જેની ચર્ચા મિડિયા સહિત સોશિયલ મિડિયામાં પણ થઈ હતી. ત્યારે હાલમાં ચિતાનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે 15 સેકેન્ડના વિડિયોને સોશિયલ મિડિયામાં શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતમાં લાવવામાં આવેલા ચિતાના વિડિયોમાંનો આ એક વિડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

VTV Gujarati News and Beyond નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 સપ્ટેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારતમાં લાવવામાં આવેલા ચિતાના વિડિયોમાંનો આ એક વિડિયો છે.” 

Facebook | Fb post Archive | Fb Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને Reddit.com વેબસાઈટ પર આ ચિંતાનો સંપૂર્ણ વિડિયો પ્રાપ્ત થયો હતો. જે વિડિયો 26 નવેમ્બર 2021ના અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Reddit.com | Archive

તેમજ આ ક્લુનો આધાર લઈ અને અમે અમારી પડતાલને વધુ મજબૂત કરવા ગૂગલ પર સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, અમેરિકાના સેન્ડસ્ટોનમાં આવેલા વાઈલ્ડ કેટ સેન્ચુરીમાં એપ્રિલ 2021માં 11 વર્ષના બે ચિતા ભાઈઓ કિટુ અને લવાણીને લાવવામાં આવ્યા હતા. જે માહિતી તેમની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. 

Wildcat sanctuary | Archive

તેમજ ધ વાઈલ્ડ કેટ સેન્ચુરી દ્વારા તેમની યુટ્યુબ ચેનલ પર ચિતાના આ વિડિયોને યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં ભારતમાં લાવવામાં આવેલા ચિતાનો વિડિયો નથી, આ વિડિયો અમેરિકાના વાઈલ્ડ કેટ સેન્ચુરીના ચિતાનો વર્ષ 2021નો વિડિયો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ચિતાના જૂના વિડિયોને હાલમાં ભારતમાં લાવવામાં આવેલા ચિતાનો વિડિયો ગણાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply