Fake Check: પીએમ મોદી કેમેરાની લેન્સની કેપ હટાવ્યા વગર ફોટો ક્લિક કરતા નથી… જાણો શું છે સત્ય….

Altered રાજકીય I Political રાષ્ટ્રીય I National

મૂળ તસવીરમાં પીએમ મોદી કેમેરા લેન્સ કેપ વગર ભારતમાં લાવવામાં આવેલા ચિત્તાઓના ફોટોગ્રાફ્સ ક્લિક કરી રહ્યા હતા.

17 સપ્ટેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસર પર સમગ્ર દેશમાંથી લોકોએ સોશિયલ મિડિયા પર શુભેચ્છાઓ પાઠવી હતી, ત્યારે કેટલાક યુઝર દ્વારા ભ્રામક દાવા સાથે પીએમ મોદીની એક ફોટો શેર કરી હતી.

ફોટોમાં પીએમ મોદી કેનન કેમેરાથી તેની લેન્સ કેપ હટાવ્યા વિના ફોટોગ્રાફ્સ ક્લિક કરતા દેખાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પીએમ મોદી દ્વારા કેમેરાની કેપ હટાવ્યા વિના જ ફોટો ક્લિક કરી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bahadur Zala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 સપ્ટેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પીએમ મોદી દ્વારા કેમેરાની કેપ હટાવ્યા વિના જ ફોટો ક્લિક કરી રહ્યા છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 17 સપ્ટેમ્બર 2022 ના રોજ ફ્રી પ્રેસ જર્નલ દ્વારા પ્રકાશિત અહેવાલ તરફ પ્રાપ્ત થયો હતો.

આ રિપોર્ટ અનુસાર, આ તસવીર પહેલા ટીએમસી સાંસદ જવાહર સરકાર દ્વારા શેર કરવામાં આવી હતી પરંતુ બાદમાં તેણે પોસ્ટ ડિલિટ કરી દીધી હતી. જવાબમાં, બીજેપીએ જવાહર સરકાર પર એડિટ કરેલી તસવીર શેર કરીને નકલી પ્રચાર ફેલાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.

Free Press Journal | Archive

અમને ACTP ન્યૂઝ હિન્દી વેબસાઇટ પર વાયરલ તસવીર મળી હતી. જો કે, આ તસવીરમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે પીએમ મોદીએ કેમેરાનો ઉપયોગ કરતી વખતે કેમેરાના લેન્સની કેપ કાઢી નાખી હતી. અમને જાણવા મળ્યું છે કે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા પહેલા વાયરલ ઇમેજ એડિટ અને મિરર કરવામાં આવી છે. નીચે તમે વાયરલ અને મૂળ તસવીર વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

17 સપ્ટેમ્બર 2022ના રોજ, હિન્દુસ્તાન ટાઈમ્સે યુટ્યુબ પર એક વિડિયો અપલોડ કર્યો જેમાં પીએમ મોદી કેમેરા લેન્સ કેપ વગર ચિત્તાના ફોટોગ્રાફ લેતા જોઈ શકાય છે. વિડિયો સાથેના કેપ્શનમાં લખ્યું છે, “PM મોદી તેમના જન્મદિવસ પર ચિત્તાઓને જંગલમાં છોડે છે; તેને ભારત માટે ઐતિહાસિક દિવસ ગણાવે છે.”

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચિત્તા લુપ્ત થવાના આરે હતા અને આખરે 74 વર્ષ પછી ભારત પરત ફર્યા છે. પીએમ મોદીએ આ ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા. નામિબિયાથી ભારતમાં લાવવામાં આવેલા આઠ ચિત્તાઓમાંથી 5 માદા અને 3 નર છે.

ધ ટેલિગ્રાફના અહેવાલ અનુસાર, આ વાયરલ તસવીર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસર પર લેવામાં આવી હતી જ્યારે તેઓ નામિબિયાથી લાવવામાં આવેલા ચિત્તાના ફોટોગ્રાફ લઈ રહ્યા હતા. વડાપ્રધાને જણાવ્યું હતું કે નામિબિયાથી ચિત્તાનું આગમન ભારતના નવા ભવિષ્યને મજબૂત બનાવશે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મૂળ તસવીરમાં પીએમ મોદી કેમેરા લેન્સ કેપ વગર ભારતમાં લાવવામાં આવેલા ચિત્તાઓના ફોટોગ્રાફ્સ ક્લિક કરી રહ્યા હતા. વાયરલ તસવીરને એડિટ કરીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake Check: પીએમ મોદી કેમેરાની લેન્સની કેપ હટાવ્યા વગર ફોટો ક્લિક કરતા નથી… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Altered