શું ખરેખર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે દેખાતો વ્યક્તિ આરોપી વિકાસ દુબે છે…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Satishsinh Thakor નામના ફેસબુક યુઝર દ્વારા 5 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એક ફોટો મૂકવામાં આવ્યો છે જેમાં એવું લખેલું છે કે, આઠ આઠ પોલીસ કર્મચારીઓ ને ગોળી વિંધનાર વિકાસ દુબે… ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડ્ડા સાથે… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં ફોટોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે દેખાતો વ્યક્તિ આરોપી વિકાસ દુબે છે. જેણે કાનપુરમાં આઠ પોલીસકર્મીઓને ગોળીઓથી વીંધી કાઢ્યા હતા. આ પોસ્ટને 109 લોકોએ લાઈક કરી હતી. 2 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 51 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.07.09-22_02_40.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં ફોટોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે દેખાતો વ્યક્તિ આરોપી વિકાસ દુબે છે. જેણે કાનપુરમાં આઠ પોલીસકર્મીઓને ગોળીઓથી વીંધી કાઢ્યા હતા. એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને Vikas Dubey BJP II દ્વારા 20 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર કરવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેના પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, પોસ્ટમાં ફોટોમાં દેખાતા વ્યક્તિ વિકાસ દુબે કે જે કાનપુર-બંદેલખંડ ક્ષેત્રના ભાજપના ક્ષેત્રીય અધ્યક્ષ છે અને તેમના દ્વારા જે.પી.નડ્ડાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા પર તેમના દ્વારા શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને વિકાસ દુબે દ્વારા તેમના ટ્વિટર હેન્ડલ પર આ અંગે ખુલાસો કરતો એક વિડિયો પણ શેર કરવામાં આવ્યો આવ્યો હતો. જેમાં તેમના દ્વારા પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.

Archive

ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના ક્ષેત્રીય અધ્યક્ષ વિકાસ દુબે અને ગેંગસ્ટર વિકાસ દુબે વચ્ચેના તફાવતને સમજાવતો ફોટોગ્રાફ તમે નીચે જોઈ શકો છો.

image1.png

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે દેખાતા વ્યક્તિ આરોપી વિકાસ દુબે નહીં પરંતુ કાનપુર-બુંદેલખંડ ક્ષેત્રના ભાજપના ક્ષેત્રીય અધ્યક્ષ વિકાસ દુબે છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે દેખાતા વ્યક્તિ આરોપી વિકાસ દુબે નહીં પરંતુ કાનપુર-બુંદેલખંડ ક્ષેત્રના ભાજપના ક્ષેત્રીય અધ્યક્ષ વિકાસ દુબે છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે દેખાતો વ્યક્તિ આરોપી વિકાસ દુબે છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False