શું ખરેખર આ વીડિયોમાં દેખાતા વ્યક્તિ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે...? જાણો શું છે સત્ય...
Dhrunarayan Pansari નામના ફેસબુક યુઝર દ્વારા 22 મે, 2019 ના રોજ WE SUPPORT NARENDRA MODI નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, *कोंग्रेस विधायक अनिल* *उपाध्याय अनजाने में कह गया पर सही बोल दिया* *इस video को इतना वायरल करो की ये पूरा हिन्दुस्तान देख सके..*????????????. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયોમાં દેખાતા વ્યક્તિ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે અને વીડિયોમાં તે નરેન્દ્ર મોદીના વખાણ કરી રહ્યા છે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 1500 થી વધુ લોકોએ લાઈક કરી હતી. 41 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 998 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
Facebook Post | Archive | Post Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ વીડિયો કોંગ્રેસના ધારસભ્ય અનિલ ઉપાધ્યાયનો છે કે કેમ? તેની માહિતી મેળવવા માટે અમે સૌપ્રથમ ગુગલનો સહારો લઈ સર્ચ કરતા અમને MyNeta.info નામની એક વેબસાઈટ પ્રાપ્ત થઈ જેના પર તમામ નેતાઓની માહિતી આપેલી હોય છે. જેમાં અમે MyNeta ડેટાબેઝ માં જઈને અનિલ ઉપાધ્યાય નામે કોઈ કોંગ્રેસમાં ધારાસભ્ય છે કે નહીં તે શોધવાની કોશિશ કરી હતી. જ્યાં અમને આ નામે કોંગ્રેસ પાર્ટીમાં કોઈ જ ધારાસભ્ય હોય એવી કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ આ વેબસાઈટ પર અમને અનિલ ઉપાધ્યાય નામના બે વ્યક્તિ પ્રાપ્ત થયા હતા. જેમાં એક અનિલ ઉપાધ્યાય છે એમણે વર્ષ 2018 માં બીએસપી નેતા તરીકે રાજસ્થાનમાંથી ચૂંટણી લડી હતી અને બીજા અનિલ ઉપાધ્યાય નામના વ્યક્તિએ લખનૌથી અપક્ષ ઉમેદવાર તરીકે વર્ષ 2007 અને વર્ષ 2012 માં ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી લડી હતી.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયો તો અમને માલૂમ પડ્યું કે, જે વ્યક્તિ વીડિયોમાં દેખાતા વ્યક્તિને સવાલ પૂછે છે એ તેને પાંડેજીના નામે બોલાવી રહ્યો છે. જેમાં તે ઓવું પૂછે છે કે, “પાંડેજી આ બધા લોકો મોદીજીને કેમ હટાવવા માંગે છે?” આ પરથી અમને એ માલૂમ પડે છે કે આ વ્યક્તિની અટક ઉપાધ્યાય નહીં પરંતુ પાંડે છે.
અમે અમારી તપાસ આગળ વધારતાં અમને એક ફેસબુક યુઝર શ્રીશ કુમાર મિશ્ર દ્વારા 27 એપ્રિલ, 2019 ના રોજ ફેસબુક પર મૂકવામાં આવેલી એક વીડિયો પોસ્ટ પ્રાપ્ત થઈ. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, “यह एक फर्जी वीडियो है, यह व्यक्ति अनिल उपाध्याय नहीं, बल्कि मोहन पांडे उर्फ़ मुन्ना पांडे है ”
આ ઉપરાંત અમને આ વીડિયો તન્મય શંકર નામના એક વ્યક્તિના ઓફિશિયલ ટ્વિટર પર પણ પ્રાપ્ત થયો હતો. જે 10 એપ્રિલ, 2019 ના રોજ મૂકવામાં આવ્યો હતો. જેમાં એવું લખેલું હતું કે, :“मोदी रहा तो भारत जल्द अमेरिका जैसा देश होगा। Views of Munna Pandey ji on @narendramodi governance model”
ત્યાર બાદ અમે જ્યારે મોહન પાંડે અ મુન્ના પાંડેને અન્ય સોશિયલ મીડિયા પર શોધવાની કોશિશ કરી ત્યારે અમને મોહનચંદ્ર પાંડેના નામે ફેસબુક એકાઉન્ટ પ્રાપ્ત થયું હતું. જેમાં આ વીડિયોમાં દેખાતા વ્યક્તિનો ફોટો જ મૂકવામાં આવ્યો હતો. વધુમાં અમને તેમનું લિંક્ડઈન એકાઉન્ટ પણ પ્રાપ્ત થયું. જેના પરથી અમને માલૂમ પડ્યું કે, મોહન પાંડે એવરેસ્ટ મસાલાની કંપનીમાં જોનલ સેલ્સ મેનેજરની પોસ્ટ પર દિલ્હીમાં કાર્યરત છે. તેમના ફેસબુક એકાઉન્ટ પર બીજા અન્ય વીડિયો પણ અમને જોવા મળ્યા હતા.
વધુમાં મોહન પાંડેએ તેમના ફેસબુક પર રિપબ્લિક ભારત ટીવી પર પ્રસારિત તેમના જ વીડિયોના એક ફોટોને પ્રોફાઈલ પિક્ચર તરીકે મૂકી હતી. તેમના આ ફોટો પર કરુણેશ જોશી નામના કોઈ યુઝરે એવું લખ્યું હતું કે, ‘मामा जी नाम ही गलत चला रखा था’ જેના જવાબમાં મોહન પાંડેએ એવું લખ્યું હતું કે, ‘सही बात है | होने दो यार क्या फर्क पड़ता है अभी कांग्रेस वाले खुद ही कहने लगेंगे हमारा आदमी नहीं है बॉस |’ જે તમે નીચે જોઈ શકો છો.
આ તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, વીડિયોમાં દેખાતો વ્યક્તિ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય નહીં પરંતુ મોહન પાંડે છે. મોહન પાંડે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા નથી. મોહન પાંડેએ ઈન્ડિયા ટુડે ને એક વીડિયો પણ મોકલ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે, તે પોતે અનિલ ઉપાધ્યાય નથી. જે તમે નીચે જોઈ શકો છો.
અમારી હિન્દી ટીમ દ્વારા પણ આની સત્યતા તપાસવામાં આવી હતી. જે તમે નીચેની લિંક પર જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતો વ્યક્તિ અનિલ ઉપાધ્યાય નહીં પણ મોહનચંદ્ર પાંડે છે. કોંગ્રેસ પાર્ટીમાં અનિલ ઉપાધ્યાય નામે કોઈ ધારાસભ્ય નથી.
Title:શું ખરેખર આ વીડિયોમાં દેખાતા વ્યક્તિ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે...? જાણો શું છે સત્ય...
Fact Check By: Vikas VyasResult: False