શું ખરેખર પુર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા….? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

ભાણજીભાઈ પટેલ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“ભારતીય ભૂતપુર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ વિધીવત રીતે કોગ્રેંસ પક્ષમાં સામેલ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 505 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 28 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 54 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિરેન્દ્ર સેહવાગ વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં સામેલ થયા.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. જો આ પ્રકારે સેહવાગ જેવા દિગ્ગજ ખેલાડી દ્વારા કોઈ રાજકીય પક્ષ જોઈન કરવામાં આવે તો તમામ મિડિયા હાઉસ દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હોય તેથી અમે ગૂગલ પર वीरेन्द्र सहवाग ने कोंग्रेस जोइन किया લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. કોઈપણ મિડિયા હાઉસ દ્વારા આ પ્રકારે સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા ન હતા. તેથી અમે વિરેન્દ્ર સેહવાગનો સંપર્ક સાધ્યો હતો અને તેમને આ અંગે પુછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ એક અફવા છે. મે કોઈપણ રાજકીય પક્ષ જોઈન નથી કર્યો. હું તમારા માધ્યમથી લોકોને કહેવા માગું છું કે આ પ્રકારની અફવાઓથી દૂર રહે”

આમ, ઉપરોક્ત પડતાલ પરથી સાબિત થાય છે કે, વિરેન્દ્ર સહેવાગ કોઈપણ રાજકીય પક્ષ સાથે નથી જોડાયા. લોકોને ભ્રામક કરવા માટે આ પોસ્ટ શેર કરવામાં આવી હોવાનું પણ સાબિત થાય છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. વિરેન્દ્ર સેહવાગ કોઈપણ રાજકિય પક્ષ સાથે નથી જોડાયા તેવુ ખૂદ તેમણે જણાવ્યુ હતુ. 

Avatar

Title:શું ખરેખર પુર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False