શું ખરેખર 15 જૂનથી બધી ભાષાઓમાં India નું નામ બદલીને ભારત કરવામાં આવશે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Bajrang Dal Vhp Gondal નામના ફેસબુક યુઝર દ્વારા 10 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, 15 જૂનથી દરેક ભાષા મા ભારત નુ નામ ભારત હશે India નહી હોય 🙏 ભારત માતાકી 🙏. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, 15 જૂનથી દરેક ભાષામાં ભારત દેશનું નામ ભારત હશે India નહીં. આ પોસ્ટને 149 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 10 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.06.11-20_28_53.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર 15 જૂનથી દરેક ભાષામાં દેશનું નામ ભારત થઈ જશે કે કેમ?  એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડનો ઉપયોગ કરીને સર્ચ કરતાં અમને ANI  દ્વારા 2 જૂન, 2020 ના રોજ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સુપ્રિમ કોર્ટ આજે એ ચુકાદો આપશે કે ભારત દેશના અંગ્રેજી નામ India ને ભારત નામમાં બદલવાનું છે કે નહીં. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આ કેસમાં શું ચુકાદો આપ્યો છે તે જાણવા અમે સુપ્રિમ કોર્ટની વેબસાઇટ પર સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે ભારતનું અંગ્રેજી નામ India માંથી બદલીને ભારત કરવાની અરજી ફગાવી દીધી હતી. તમે નીચે આ પરિણામની એક કોપી જોઈ શકો છો.

image2.png

Original copy of result | Archive

અમારી વધુ તપાસમાં અમને jagran.com દ્વારા 3 જૂન, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સંવિધાનમાં ભારત દેશનું નામ India માંથી બદલીને ભારત કરવાની યાચિકા પર વિચાર કરવા મુદ્દે સુપ્રિમ કોર્ટે ઈનકાર કરી દીધો છે. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.jagran.com-2020.06.11-21_16_36.png

Archive

અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આજ માહિતી સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. navbharattimes.indiatimes.com | gstv.in

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ 15 જૂનથી દરેક ભાષામાં દેશનું નામ ભારત થઈ જશે એ માહિતી તદ્દન ખોટી છે. સુપ્રિમ કોર્ટ દ્વારા પણ ભારત દેશનું નામ India ની જગ્યાએ ભારત કરવાની યાચિકાને નામંજૂર કરવામાં આવી છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ 15 જૂનથી દરેક ભાષામાં દેશનું નામ ભારત થઈ જશે એ માહિતી તદ્દન ખોટી છે. સુપ્રિમ કોર્ટ દ્વારા પણ ભારત દેશનું નામ India ની જગ્યાએ ભારત કરવાની યાચિકાને નામંજૂર કરવામાં આવી છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર 15 જૂનથી બધી ભાષાઓમાં India નું નામ બદલીને ભારત કરવામાં આવશે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •