શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો બેંગ્લોરના ફોટોગ્રાફર વિક્રમ પોનાપ્પા દ્વારા શૂટ કરવામાં આવ્યો છે…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રંગ બદલતા કાચિંડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો બેંગ્લોરના વિક્રમ પોનાપ્પા નામના ફોટોગ્રાફર દ્વારા શૂટ કરવામાં આવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2016 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વીડિયો પૂર્વ આફ્રિકાનો છે. બેંગ્લોરના ફોટોગ્રાફર વિક્રમ પોનાપ્પાએ પોતે આ વીડિયો શૂટ ન કર્યો હોવાની માહિતી આપી હતી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bakula Solanki નામના ફેસબુક યુઝર દ્વારા 5 જૂન, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, મિત્રો તમે ક્યારેય કાચીંડાને તેનો રંગ બદલતો જોયો છે ? તેને સાત રંગ બદલતો જુઓ… આવા જ કાચીંડા આપણા સમાજમાં પણ આજકાલ જોવા મળી રહ્યા છે, પોતાના ફાયદા માટે જાત જાતના રંગો બદલે છે, આવા કાચીંડાથી સાવધાન રહેજો… અદભુત ફોટોગ્રાફી બેંગલુરૂના વિક્રમ પોનાપ્પાની છે…. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો બેંગ્લોરના વિક્રમ પોનાપ્પા નામના ફોટોગ્રાફર દ્વારા શૂટ કરવામાં આવ્યો છે.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે વિક્રમ પોનાપ્પાના ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને શોધવાની કોશિશ કરી હતી. પરંતુ અમને ક્યાંય પણ આ વીડિયો અંગેની કોઈ જ માહિતી વિક્રમ પોનાપ્પાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રાપ્ત થઈ નહતી. 

ત્યાર બાદ અમે અમારી તપાસ આગળ વધારતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો The Animal Box Office નામની યુટ્યુબ ચેનલ પર 30 જાન્યુઆરી, 2016 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો પૂર્વ આફ્રિકાના મેડાગાસ્કરનો છે

Archive

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે સીધો જ સંપર્ક બેંગ્લોરના ફોટોગ્રાફર વિક્રમ પોનાપ્પાનો કરીને તેમને આ વીડિયો અંગે પૂછતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ વીડિયો મે શૂટ નથી કર્યો કે મે ક્યારેય કોઈ જગ્યાએ એવો દાવો પણ નથી કર્યો કે મે આ વીડિયો શૂટ કર્યો છે. આ માહિતી તદ્દન ખોટી છે.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2016 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વીડિયો પૂર્વ આફ્રિકાનો છે. બેંગ્લોરના ફોટોગ્રાફર વિક્રમ પોનાપ્પાએ પોતે આ વીડિયો શૂટ ન કર્યો હોવાની માહિતી આપી હતી.

Avatar

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો બેંગ્લોરના ફોટોગ્રાફર વિક્રમ પોનાપ્પા દ્વારા શૂટ કરવામાં આવ્યો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False