
Jivanbhai Ahir નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “*डॉ.नम्रता चंदानी,पाकिस्तान में अपनी ही कॉलेज में गेंग रेप के बाद निर्मम हत्या।सिंध प्रांत में आसिफा मेडिकल कालेज में पढ़ने वाली नम्रता चंदानी नाम की मेडिकल छात्रा की हत्या जबरन धर्म परिवर्तन का विरोध करने के कारण कर दी गयी। छात्रा का भाई भी डॉक्टर है।यह सिंध के उसी मीरपुर जिले के घोटकी इलाके में आता है जहां दो दिन पहले हिन्दू मंदिर तोड़े गए थे।इनकी कॉलेज की 5वी घटना है.इस्लामिक कट्टरपंथी हजारो वर्षो से यही करते आये है,@PMOIndia कोई भी देश मे निर्दोष हिन्दुओ के साथ अत्याचार होता है तो उस पर कड़ा रुख अपनाना चहिये।“ શીર્ષક સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 148 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા 40 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 169 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પાકિસ્તાનમાં ડો નમ્રતા ચંદાણી નામની યુવતીની ગેંગ રેપ કર્યા બાદ હત્યા કરવામાં આવી હતી. તેમજ હત્યા પાછળનું મુખ્ય કારણ જબરદસ્તી ધર્મ પરિવર્તનનો વિરોધ ડો નમ્રતા કરતી હતી.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. આ ઘટનાની નોંધ પાકિસ્તાની મિડિયા સાથે ભારતના મિડિયાએ પણ નોંધ લીધી હોય તેથી અમે ગૂગલ પર “डॉ.नम्रता चंदानी,पाकिस्तान में छात्रा” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં અભ્યાસ કરતી મેડિકલ છાત્રા ડો નમ્રતા ચંદાણીનો મૃતદેહ હોસ્ટેલની અંદર તેમના જ રૂમમાંથી મળી આવ્યો હતો. તેમજ પાકિસ્તાન પોલીસના કહેવા અનુસાર તેમણે આત્મહત્યા કરી છે. જ્યારે તેમના ભાઈ વિશાલ દ્વારા તેમની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. જે – સમાચારને જૂદા-જૂદા તમામ મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા છે.
NEWS 18 HINDI | ARCHIVE |
BHASKAR | ARCHIVE |
AAJTAK | ARCHIVE |
ઉપરોક્ત પરિણામો બાદ અમે એ પણ જાણવા પર્યત્ન કર્યો હતો કે, ડો. નમ્રતા ચંદાણીનો પીએમ રિપોર્ટ શું આવ્યો તેથી અમે ગૂગલ પર અલગ-અલગ કિવર્ડથી સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, પીએમ રિપોર્ટમાં નમ્રતા ચંદાણીની ગળા પર એક મોટું નિશાન છે. તેમજ ડાબા પગમાં પણ નિશાન છે. પરંતુ ગેંગ રેપ થયો હોવાનું ક્યાંય પણ સામે આવ્યુ નથી. પરંતુ ત્યાંની પોલીસે હજુ સુધી આ અંગે કોઈ ગુનો દાખલ નથી કર્યો જો કે, બે વ્યક્તિની પુછપરછ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જે સમાચારને પણ જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ આ કેસની વધુ પડતાલમાં કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, પાકિસ્તાનની સિંઘ સરકાર દ્વારા દ્વારા ડો.નમ્રતા મામલે સેશન્સ જજ લરકણાને પત્ર લખ્યો હતો અને ન્યાયિક તપાસ માટેની મંજૂરી માંગી હતી. જેને સિંઘ હાઈકોર્ટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. જે સમાચારને બે ઉર્દૂ વેબસાઇટ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે વાંચી શકો છો.
urdu.geo.tv | ARCHIVE |
independenturdu.com | ARCHIVE |
આમ, ઉપરોક્ત પડતાલ પરથી સાબિત થાય છે કે, ડો. નમ્રતાની હત્યા થઈ હોવાના તેના ભાઈ દ્વારા આરોપ મુકવામાં આવ્યા છે. પીએમ રિપોર્ટ પણ આ વાતને સમર્થન આપે છે. જો કે, પોલીસે આ અંગે હજુ હત્યાનો ગુનો દાખલ નથી કર્યો. પરંતુ ગેંગરેપની વાત તદન ખોટી છે. કારણ કે, પીએમ રિપોર્ટમાં કે કોઈ પડતાલમાં ગેંગરેપ કરવામાં આવ્યો હોય તેવું સામે આવ્યુ નથી. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. તપાસના અંતે ડો નમ્રતાએ આત્મહત્યા કરી કે તેમની હત્યા કરવામાં આવી તે સામે આવી જશે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે, કારણ કે, ડો. નમ્રતાની હત્યા થઈ હોવાના તેના ભાઈ દ્વારા આરોપ મુકવામાં આવ્યા છે. પીએમ રિપોર્ટ પણ આ વાતને સમર્થન આપે છે. જો કે, પોલીસે આ અંગે હજુ હત્યાનો ગુનો દાખલ નથી કર્યો. પરંતુ ગેંગરેપની વાત તદન ખોટી છે. કારણ કે, પીએમ રિપોર્ટમાં કે કોઈ પડતાલમાં ગેંગરેપ કરવામાં આવ્યો હોય તેવું સામે આવ્યુ નથી. તેમજ જબરદસ્તી ધર્મ પરિવર્તનના વિરોધમાં હત્યા કરી હોવાની વાત પણ સાવ ખોટી છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. તપાસના અંતે ડો નમ્રતાએ આત્મહત્યા કરી કે તેમની હત્યા કરવામાં આવી તે સામે આવી જશે.

Title:શું ખરેખર પાકિસ્તાનમાં હિંદુ યુવતી સાથે ગેંગ રેપ કર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી..? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: Mixture
