શું ખરેખર આ વૃધ્ધનો 146મો જન્મદિવસ હાલમાં ઉજવવામાં આવ્યો....? જાણો શું છે સત્ય...
રૂડું રંગીલું મારૂ ગરવી ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“દાદા નો ૧૪૬ મોં જન્મદિવસ છે શેર અને લાઇક તો કરવી જ પડે ને. આ પોસ્ટ તમારા બધાજ ફેસબુક ગ્રુપ માં શેર કરો અને અહીં ઉપર પેજ લાઇક નું બટન દબાવો અહીં ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 928 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 115 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 40 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વૃધ્ધનો 21 ઓક્ટોબરના જન્મદિવસ હતો. જે તેમનો 146મો જન્મદિવસ હતો.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ વૃધ્ધનું નામ સપરમેન સોડીમેજો ઉર્ફે મ્બાહ ગોટો છે અને તેમની જન્મતારીખ 31 ડિસેમ્બર 1870 છે. એટલે કે. તેમને 146 વર્ષ 2016માં જ પુરા થયા હતા. વર્ષ 2016માં આ 146માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે સમાચારને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમને ઉપરોક્ત પરિણામો પરથી જ આ વૃધ્ધનું એક આઈકાર્ડ પ્રાપ્ત થયુ હતુ. જેમાં પણ આ વૃધ્ધની જન્મતારીખ 31 ડિસેમ્બર 1870 જ દર્શાવવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ એ જાણવું જરૂરી હતુ કે, આ વૃધ્ધની હાલની સ્થિતિ શું છે. ગૂગલ પર જૂદા-જૂદા કી વર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. દરમિયાન અમને જાણવા મળ્યુ હતુ કે, આ વૃધ્ધની તબીયત 28 એપ્રિલ 2017ના બગડતા તેને RSUD હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 30 એપ્રિલ 2017ના સાંજે 5.45 તેમનુ મૃત્યુ હતું. જે તમે નીચે વાંચી શકો છો.
આમ, અમારી પડતાલમાં સાબિત થાય છે કે, આ વૃધ્ધનો 146મો જન્મદિવસ 31 ડિસેમ્બર 2016માં હતો. તેમજ 30 એપ્રિલ 2017ના તેઓનું મૃત્યુ પણ થઈ ગયુ હતુ. હાલમાં તેમનો 146મો જન્મદિવસ હોવાની વાત ખોટી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વૃધ્ધનો 146મો જન્મદિવસ 31 ડિસેમ્બર 2016માં હતો. તેમજ 30 એપ્રિલ 2017ના તેઓનું મૃત્યુ પણ થઈ ગયુ હતુ. હાલમાં તેમનો 146મો જન્મદિવસ હોવાની વાત ખોટી છે.
Title:શું ખરેખર આ વૃધ્ધનો 146મો જન્મદિવસ હાલમાં ઉજવવામાં આવ્યો....? જાણો શું છે સત્ય...
Fact Check By: Yogesh KariaResult: False