મુંબઈ ખાતે વર્ષ 2018 માં થયેલા ખેડૂત આંદોલનનો ફોટો હાલના કિસાન આંદોલનના નામે વાયરલ... જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં દિલ્હી પહોંચેલા કિસાનોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2018 માં મહારાષ્ટ્રના મુંબઈના થાણે ખાતે કિસાનો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનનો છે. જેને હાલમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન સાથે કોઈ સંબંધ નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
અમરેલી નો ખુંખાર પાસિયૉ નામના ફેસબુક યુઝર દ્વારા 30 નવેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઉઠ એ દિલ્હી.. તારા દરવાજે તારા અસલી માલિક ઉભા છે.જય કિસાન હૂ ઍક ખેડૂત પુત્ર . પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં દિલ્હી પહોંચેલા કિસાનોનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 11 માર્ચ, 2018 ના રોજ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ ટ્વિટ એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ફોટો વર્ષ 2018 માં મુંબઈ ખાતે કિસાનો દ્વારા તેમના હક માટે નીકાળવામાં આવેલી ‘કિસાન લોન્ગ માર્ચ’ નો છે.
પોસ્ટટમાં મૂકવામાં આવેલો આજ ફોટો બોલીવુડ અભિનેતા પ્રકાશ રાજ તેમજ મુંબઈ લાઈવ નામના ટ્વિટર હેન્ડલ પર વર્ષ 2018 માં જ અપલોડ કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2018 માં મહારાષ્ટ્રના મુંબઈના થાણે ખાતે કિસાનો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનનો છે. જેને હાલમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન સાથે કોઈ સંબંધ નથી.
Title:મુંબઈ ખાતે વર્ષ 2018 માં થયેલા ખેડૂત આંદોલનનો ફોટો હાલના કિસાન આંદોલનના નામે વાયરલ... જાણો શું છે સત્ય....
Fact Check By: Vikas VyasResult: False