શું ખરેખર 890 બારકોડવાળી ચીજવસ્તુઓ સ્વદેશી હોય છે…? જાણો શું છે સત્ય…

Partly False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Vaibhav TVS  નામના ફેસબુક યુઝર દ્વારા 14 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, 🇮🇳 સ્વદેશી પ્રોડક્ટ કેવી રીતે ઓળખશો ? *આપણાં દેશ નો બારકોડ 890 થી શરૂ થાય છે.* *હમણાં ઘર માંથી કોઈ એક પ્રોડક્ટ લો, સાદું બિસ્કીટ નું પેકેટ પણ….*બાર કોડ જુઓ 890 હશે* . *એનો અર્થ કે એ પ્રોડક્ટ ઇન્ડિયન એટલે કે સ્વદેશી છે* 🇮🇳. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બજારમાં મળતી જે ચીજવસ્તુ પર લગાવેલો બારકોડ 890 થી ચાલુ થતો હોય એ ચીજવસ્તુ સ્વદેશી બનાવટ એટલે કે ભારતીય બનાવટની હોય છે. આ પોસ્ટને 3000 થી વધુ લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 93 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 227 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.05.18-19_51_37.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર બજારમાં મળતી જે ચીજવસ્તુ પર લગાવેલો બારકોડ 890 થી ચાલુ થતો હોય એ ચીજવસ્તુ સ્વદેશી બનાવટ એટલે કે ભારતીય બનાવટની હોય છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને એ માહિતી પ્રાપ્ત થઈ હતી કે, GS1 વિશ્વભરની કંપનીઓના ઉત્પાદનોને બારકોડ નંબરો પ્રદાન કરે છે. જેને યુરોપિયન આર્ટિકલ નંબર (EAN) અથવા યુનિવર્સલ પ્રોડક્ટ કોડ (UPC) કહેવામાં આવે છે.

gs1.org નામની એક વેબસાઇટ પરની માહિતી અનુસાર, દરેક દેશ માટે ત્રણ અંકનો કોડ નક્કી કરવામાં આવ્યો છે. જેને કંપનીનો ઉપસર્ગ કહેવામાં આવે છે. જેમાં ભારતનો કોડ/ઉપસર્ગ 890 નક્કી કરવામાં આવ્યો છે.

માહિતી પરથી એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ઉત્પાદન પરના ઉપસર્ગ (બારકોડના પ્રથમ 3 અંકો) પરથી તેનું ઉત્પાદન કયા દેશમાં થયું હતું તે નક્કી કહી શકાય નહીં.

image4.png

Archive

GS1 સંસ્થાની વેબસાઇટ પરના FAQ મુજબ, બારકોડ પરના પ્રથમ ત્રણ નંબરો તે દેશને સૂચવતા નથી કે જે દેશમાં ચીજવસ્તુનું ઉત્પાદન કરવામાં આવ્યું હોય. કંપનીનો ઉપસર્ગ/બારકોડ ફક્ત એજ સૂચવે છે કે, ઉત્પાદન કરનાર સંસ્થા કયા દેશમાં રજીસ્ટર થયેલ છે. એનો અર્થ એ છે કે, 890 કોડવાળી કંપની કોઈ પણ દેશમાંથી ચીજવસ્તુનું ઉત્પાદન કરી શકે છે.

ટૂંકમાં, 890 બારકોડનો અર્થ એ નથી કે, એ ચીજવસ્તુનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવ્યું છે. 890 નો કોડ એ જણાવે છે કે, કંપનીની માલિકી ભારતમાં રજિસ્ટર્ડ છે.

image3.png

ઉપરોક્ત માહિતી તમે અહીં જોઈ શકો છો. GS1 FAQ | GS1 Myth

આ પહેલાં પણ બારકોડ/ઉપસર્ગો વિશે ઘણી વાર મૂંઝવણ ઉત્પન્ન થઈ છે. કંપનીએ સમય સમય પર તેનો ખુલાસો કર્યો છે. ચીજવસ્તુંનું કયા દેશના ઉપસર્ગમાંથી ઉત્પાદન થયું તે જાણી શકાયું નથી. 

આ સંદર્ભમાં બારકોડ ઇન્ડિયા વેબસાઇટ દ્વારા પણ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. તે મુજબ 890 બારકોડથી શરૂ થતા કોડનો અર્થ એ નથી કે એ ચીજવસ્તુંનું ઉત્પાદન ભારતમાં અથવા ભારતીય કંપની દ્વારા કરવામાં આવે છે.

image1.png

Archive

GS1 ના વરિષ્ઠ નિર્દેશક શેનોન સુલિવાને રોઇટર્સ અને એએફપીને જણાવ્યું હતું કે, અમેરિકામાં આજ પ્રકારની માહિતી પ્રસારિત થયા પછી બારકોડ પરના ઉપસર્ગ/બારકોડ વિશેનો દાવો ખોટો હતો એવું જાણવા મળ્યું હતું. ચીજવસ્તુંનું ઉત્પાદન કયા દેશમાં કરવામાં આવ્યું હતું તે ઉપસર્ગ/બારકોડ દ્વારા કહેવું શક્ય નથી. આનો અર્થ એ થાય છે કે, ભારતમાં ઉત્પાદિત અમેરિકન કંપનીના ઉત્પાદનો પર 890 કોડ રહેશે નહીં. તેમાં અમેરિકાનો કોડ જ રહેશે.

તો પછી કોઈ ચીજવસ્તું સ્વદેશી કે ભારતીય બનાવટની છે એ કઈ રીતે ઓળખવું?

જો કોઈ ચીજવસ્તું પર ‘Made in India’ લખેલું હોય તો માની શકાય કે, તેની બનાવટ ભારતમાં કરવામાં આવી છે. એક ભારતીય કંપની દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુના ઉત્પાદન અને ભારતમાં ઉત્પાદિત ચીજવસ્તુના ઉત્પાદનમાં ફરક છે.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ચીજવસ્તુના બારકોડ પરના પ્રથમ ત્રણ અંકો એ સૂચવતા નથી કે ચીજવસ્તુંનું ઉત્પાદન ક્યાં કરવામાં આવ્યું હતું. પરંતુ એનો અર્થ એ છે કે, જો બારકોડના પ્રથમ ત્રણ અંક 890 છે, તો તે ઉત્પાદનને “Made in India” કહી શકાતું નથી. જોકે 890 કોડ ભારતનો છે, જેના પરથી કંપની બીજા દેશની ચીજવસ્તુનું ઉત્પાદન પણ કરી શકે છે. તેથી વાયરલ કરવામાં આવેલી માહિતી ભ્રામક છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, ચીજવસ્તુના બારકોડ પરના પ્રથમ ત્રણ અંકો એ સૂચવતા નથી કે ચીજવસ્તુંનું ઉત્પાદન ક્યાં કરવામાં આવ્યું હતું. પરંતુ એનો અર્થ એ છે કે, જો બારકોડના પ્રથમ ત્રણ અંક 890 છે, તો તે ઉત્પાદનને “Made in India” કહી શકાતું નથી. જોકે 890 કોડ ભારતનો છે, જેના પરથી કંપની બીજા દેશની ચીજવસ્તુનું ઉત્પાદન પણ કરી શકે છે

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર 890 બારકોડવાળી ચીજવસ્તુઓ સ્વદેશી હોય છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Partly False