શું ખરેખર ગુજરાતમાં વધુ એક અનાજ કૌભાંડ બહાર આવ્યું...? જાણો સત્ય…
પાટીદાર લાઈવ ન્યુઝ ગુજરાત નામના એક ફેસબુક પેજ દ્વારા 26 એપ્રિલના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “ચુંટણી પુર્ણ થયા પછી તુવેર કૌભાંડ બાદ આવ્યું 1.56 કરોડ નું અનાજ કૌભાંડ..” શિર્ષક હેઠળ કરવામાં આવેલી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રૂ.1.56 કરોડનું અનાજ કૌભાંડ થયું છે.
આ પોસ્ટ પર 200થી વધુ લોકો દ્વારા પોતાનો પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, 17થી વધુ લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 103 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી હાથ ધરી હતી અને સ્થાનિક કક્ષાએ આ અંગે વાત કરી હતી. ત્યાંના જિલ્લા ક્લેકટર ઉદિત અગ્રવાલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે “ગાંધીનગર વિજિલન્સની ટીંમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હાલ આ અંગેની તપાસ ચાલુ છે અને ગોડાઉન મેનેજરને કાર્યવાહીના ભાગરૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.:”
ત્યારબાદ જે ગોડાઉન મેનેજર એસ.કે.વસાવાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમની સાથે વાત કરી તો તેમણે જણાવ્યું હતું કે, “મહેન્દ્ર બેલદાર દ્વારા મને વિશ્વાસમાં લઈ આ કારસ્તાન આચરવામાં આવ્યું છે, તેણે મને વિશ્વાસ લઈ કહ્યું કે તમે ચાર્જ લઈ લો બાકી બધું હું સંભાળી લઈશ”
ત્યારબાદ અમને ટીવીનાઈન ગુજરાતી દ્વારા ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબના પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. તેમાં પણ કૌભાંડ થયું હોવાની વાત કરવામાં આવી છે.
પરિણામ,
આમ, અમારી તપાસમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાંઆવેલો દાવો સાચો સાબિત થાય છે. પંચમહાલ જિલ્લામાં અનાજ સગેવગે થયાનું કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં ગોડાઉન મેનેજરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે, જો કે, 27-04-2019 સુધી આ અંગે કોઈ પોલીસ ફરિચાદ નોંધાઇ નથી.
Title:શું ખરેખર ગુજરાતમાં વધુ એક અનાજ કૌભાંડ બહાર આવ્યું...? જાણો સત્ય…
Fact Check By: Frany KariaResult: True