અમિત શાહના બંગાળ ખાતેના ભાષણનો એડિટ કરેલો વીડિયો થયો વાયરલ... જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગૃહમંત્રી અમિત શાહના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગૃહમંત્રી અમિત શાહે જ્યારે બંગાળમાં ભાષણ દરમિયાન જનતાને ‘ભારતમાતા કી જય’ બોલવાનું કહ્યું ત્યારે લોકોએ સામેથી કોઈ જ પ્રતિસાદ આપ્યો નહતો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં ગૃહમંત્રી અમિત શાહનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
જાદુભાભા રંગીલા નામના ફેસબુક યુઝર દ્વારા 2 મે, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બંગાળ મા અટાણે કયક આવી દશા હે. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગૃહમંત્રી અમિત શાહે જ્યારે બંગાળમાં ભાષણ દરમિયાન જનતાને ‘ભારતમાતા કી જય’ બોલવાનું કહ્યું ત્યારે લોકોએ સામેથી કોઈ જ પ્રતિસાદ આપ્યો નહતો.
Facebook Post | Archive | Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને Bharatiya Janata Party ના સત્તાવાર ફેસબુક પેજ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 11 એપ્રિલ, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ સંપૂર્ણ વીડિયોમાં તમે 4.10 મિનિટ પછી પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના ભાગને જોઈ શકો છો. જેમાં ગૃહમંત્રી અમિત શાહ ત્રણ વાર ‘ભારત માતા કી’ બોલે છે અને તેમની પછી જનતા પણ જોરથી ‘જય’ એવું બોલતી સ્પષ્ટ સાંભળી શકાય છે.
પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં મૂળ વીડિયોના અન્ય એક ભાગને પણ એડિટ કરીને ઉમેરવામાં આવ્યો છે. જેને તમે 10. 58 મિનિટ પછી જોઈ શકો છો.
આજ વીડિયોને અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે અહીં જોઈ શકો છો. News 18 Bangla | Amit Shah
નીચે તમે ગૃહમંત્રી અમિત શાહના ઓરિજીનલ વીડિયો અને એડિટ કરેલા વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગૃહમંત્રી અમિત શાહનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Title:અમિત શાહના બંગાળ ખાતેના ભાષણનો એડિટ કરેલો વીડિયો થયો વાયરલ...
Fact Check By: Vikas VyasResult: Altered