શું ખરેખર 5 મે થી દેશમાં સંપૂર્ણ લોકડાઉન લગાડવવામાં આવી રહ્યુ છે…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

કોરોનાનો પ્રકોપ દિવસે-દિવસે સંપૂર્ણ દેશમાં વધી રહ્યો છે. દરમિયાનમાં દેશમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાની માંગ સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. ત્યારે હાલ ગુજરાતમાં એક ન્યુઝ પ્લેટ સાથેનો સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સમગ્ર દેશમાં 5 મે થી 14 દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. તેથી અમે આ અંગે સંસોધન હાથ ધર્યુ હતુ.  

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો દાવો સંપૂર્ણ ખોટો છે. સંપૂર્ણ લોકડાઉન અંગે હાલમાં કોઈ જાહેરાત કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી નથી. લોકોએ ભ્રામક્તાથી દૂર રહેવુ જરૂરી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Chahbhai Ramani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સમગ્ર દેશમાં 5 મે થી 14 દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.”

Facebook | Fb post Archive 

ફેસબુક પર આ સ્ક્રિન શોટ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ મેસેજ વાયરલ થતા જ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં લોકોએ ખરિદી માટે દોટ લગાવી હતી અને અફરાતફરી જેવી સ્થિતિ પ્રવર્તમાન થઈ હતી. 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી, સૌપ્રથમ અમે આ અંગે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, ગુજરાત ખેડૂત નામની યુટ્યુબ ચેનલ દ્વારા તારીખ 30 એપ્રિલના આ ઈમેજ સાથે ન્યુઝ બુલેટિયન પ્રસારિત કર્યુ હતુ. જે સંપૂર્ણપણે અ સત્ય હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

જો કે, દેશમાં સંપૂર્ણ લોકડાઉન અંગે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, “કોરોના  મહામારી વચ્ચે 1 મે 2021ના કેન્દ્ર ગૃહમંત્રાલય દ્વારા રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા હતા કે, કોરોનાની બીજી લહેરને રોકવા સંપૂર્ણ રાજ્યમાં લોકડાઉન ન લગાવવા જણાવ્યુ તેમજ જ્યાં બીજી લેહર વધારે છે ત્યાં પ્રતિબંધાત્મક પગલા લેવા જણાવ્યુ હતુ.

Jagran | Archive

તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 20 એપ્રિલના તેમના ભાષણ જણાવ્યુ હતુ કે, કોરોના મહામારીની બીજી લહેરને રોકવા માટે લોકડાઉન એ અંતિમ વિકલ્પ હોવો જોઈએ. જે તમે નીચે જોઈ શકો છો. 

તેમજ 4 મે 2021ના સરકાર દ્વારા ગુજરાતના 36 જિલ્લાઓમાં રાત્રી કરફ્યુ 6 થી 12 મે સુધી લંબાવવામાં આવ્યુ છે. આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિક, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે, ખાનગી ઓફિસોમાં પ૦ ટકા સ્ટાફની હાજરી, તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે, પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ  સ્ટેડીયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર રમત-ગમત ચાલુ રાખી શકાશે, તમામ ધાર્મિક સ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજાવિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો અથવા પૂજારીઓ દ્વારા જ કરવાની રહેશે, પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 50 ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.

GSTV | ARCHIVE

તેમજ અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “વાયરલ કરવામાં આવી રહેલા સ્ક્રિનશોટમાં આપવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ તમામ એક અફવા છે. લોકોએ આ અફવાઓથી દૂર રહેવા વિનંતી છે. સંપૂર્ણ લોકડાઉન અંગે હાલમાં કોઈ આદેશ કરવામાં આવ્યા નથી.” 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો દાવો સંપૂર્ણ ખોટો છે. સંપૂર્ણ લોકડાઉન અંગે હાલમાં કોઈ જાહેરાત કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી નથી. લોકોએ ભ્રામક્તાથી દૂર રહેવુ જરૂરી અને આ પ્રકારની માહિતી તપાસ કર્યા વિના સોશિયલ મિડિયામાં શેર કરવી ન જોઈએ.

Avatar

Title:શું ખરેખર 5 મે થી દેશમાં સંપૂર્ણ લોકડાઉન લગાડવવામાં આવી રહ્યુ છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False