ગાયના છાણને શુધ્ધ ધી સાથે સળગાવવાથી ઓક્સિજન પેદા થતો નથી..જાણો શું છે સત્ય...
કોરોનાની બીજી લહેરથી સમગ્ર ભારત પિડાઈ રહ્યુ છે. આ સમગ્ર વચ્ચે ઓક્સિજનની કમી તમામ દેશ વાસીઓ અનુભવી રહ્યા છે તે વચ્ચે સોશિયલ મિડિયામાં જૂદા-જૂદા નુસકાઓ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. “ગાયના છાણ પર 10 ગ્રામ ઘી નાખવાથી 1000 ટન ઓક્સિજન પેદા થાય છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, દેશી ઘી અને ગોબરને બાળી નાખવાથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો વરાળ ઉત્પન્ન થાય છે. ઓક્સિજનનો ઉપયોગ કોઈપણ વસ્તુને બાળી નાખવા માટે થાય છે અને આ બર્નિંગ પ્રક્રિયામાં જે ઉત્પન્ન થાય છે તે કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુઓ છે, ઓક્સિજન નહીં.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Janak Kapdi Radhanpur નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 એપ્રિલ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગાયના છાણ પર 10 ગ્રામ ઘી નાખવાથી 1000 ટન ઓક્સિજન પેદા થાય છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ અંગે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને એન.સી.બી.આઈ નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “લાકડા, પાકનો કચરો અને સૂકા પ્રાણીના છાણ જેવા બાયોમાસ ઇંધણ એ ઘરેલુ ઉર્જાના મુખ્ય સ્ત્રોત છે. ખુલ્લી અગ્નિ અને સ્ટોવમાં આ વસ્તુઓને બાળી નાખવાને લીધે, પાર્ટિક્યુલેટ મેટર (પીએમ), કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, તેમજ ઇન્ડોર વાતાવરણમાં અસ્થિર અને અર્ધ-અસ્થિર કાર્બનિક જાતિઓની ઉચી સાંદ્રતા થાય છે.” તેમાં ક્યાંય પણ એવું લખ્યું નથી કે ગાયના છાણને બાળી નાખવાથી ઓક્સિજન ઉત્પન્ન થાય છે.
ત્યારાબાદ વધુ શોધ કરતા અમને સાયન્યલર્ન.ઓર્ગ.એનઝેડ દ્વારા પ્રકાશિત એક અહેવાલ મળ્યો હતો જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, “સંપૂર્ણ દહનમાં, બર્નિંગ ઇંધણ ફક્ત પાણી અને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન કરશે (ધૂમ્રપાન અથવા અન્ય ઉત્પાદનો નથી). જ્યોત સામાન્ય રીતે વાદળી હોય છે. આવું થવા માટે, સમગ્ર બળતણ ગેસ સાથે સંયોજન માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન હોવું જરૂરી છે.
ઘણા લોકો ઘરે ખોરાક રાંધવા માટે મિથેન ગેસ (સીએચ 4) નો ઉપયોગ કરે છે, જેને સામાન્ય રીતે કુદરતી ગેસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ગેસ ગરમ થાય છે (જ્યોત અથવા તણખાથી) અને જો વાતાવરણમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન હોય, તો પરમાણુઓ તૂટી જાય છે અને સંપૂર્ણપણે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ તરીકે રચાય છે.
ઉપરોક્ત માહિતી મુજબ, તે સ્પષ્ટ છે કે કોઈપણ વસ્તુને બાળી નાખવા માટે ઓક્સિજનની આવશ્યકતા હોય છે અને જ્યારે તે બળી જાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે.
અમે તમને જણાવી દઈએ કે 65% ગાયનું ખાતર મિથેનથી બને છે અને આ લેખમાં સ્પષ્ટ લખ્યું છે કે મિથેન બળી જવાથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે.
વાઇરલ થઈ રહેલા દાવા અંગે અમે આઈસીટી મુંબઇના સહાયક પ્રોફેસર ડો.પી.આર. નેમાડેનો સંપર્ક કર્યો, આ અંગે તેમણે અમને જણાવ્યુ હતુ કે, “વાયરલ થતો દાવો એકદમ ખોટો અને ગેરમાર્ગે દોરનાર છે. કોઈ પણ વસ્તુને બાળી નાખવાથી ઓક્સિજન ઉત્પન્ન થઈ શકતું નથી, જો તમે ઘી બળી રહ્યા છો, તો તે ઓક્સિજન નહિં પરંતુ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ (પાણીની બાષ્પ) ઉત્પન્ન કરશે અને છાણને નાખવાથી કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુઓ પણ ઉત્પન્ન થાય છે. ઘી અને ગોબરને એક સાથે બાળી નાખવાથી પણ એક સરખો ગેસ ઉત્પન્ન થશે."
તેમણે એમ પણ કહ્યું કે, "10 ગ્રામ ઘી 1000 ટન હવાને ઓક્સિજનમાં બદલી શકશે નહીં."
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, દેશી ઘી અને ગોબરને બાળી નાખવાથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો વરાળ ઉત્પન્ન થાય છે. ઓક્સિજનનો ઉપયોગ કોઈપણ વસ્તુને બાળી નાખવા માટે થાય છે અને આ બર્નિંગ પ્રક્રિયામાં જે ઉત્પન્ન થાય છે તે કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુઓ છે, ઓક્સિજન નહીં.
Title:ગાયના છાણને શુધ્ધ ધી સાથે સળગાવવાથી ઓક્સિજન પેદા થતો નથી..
Fact Check By: Yogesh KariaResult: False