સાઉદી અરેબિયાના ફૂટબોલ ખેલાડીઓને 10 કરોડની ‘રોલ્સ રોયસ’ મળી હોવાનો દાવો ખોટો છે… જાણો શું છે સત્ય….

False Sports આંતરરાષ્ટ્રીય I International

સાઉદી અરેબિયાની ફૂટબોલ ટીમના ખેલાડીઓને રોલ્સ રોયસ કાર ગિફ્ટ કરવામાં આવશે તેવા સમાચાર પાયાવિહોણા છે. સાઉદી ટીમના કેપ્ટન અને મુખ્ય કોચ બંનેએ કહ્યું છે કે આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

સાઉદી અરેબિયાએ કતારમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપમાં શક્તિશાળી આર્જેન્ટિનાને 2-1 થી હરાવીને સૌને ચોંકાવી દીધા હતા. આથી લિયોનેલ મેસીની ટીમને માત આપવાનું પ્રદર્શન કરનાર આ ટીમના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે.

આ રીતે બધે ચર્ચા ફેલાઈ ગઈ કે સાઉદી અરેબિયાની જીતથી ખુશ થયેલા “પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ટીમના દરેક ખેલાડીને દસ કરોડ રૂપિયાની લક્ઝરી ‘રોલ્સ રોયસ’ કાર ગિફ્ટ કરવા જઈ રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Aapnu Bhavnagar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 નવેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ટીમના દરેક ખેલાડીને દસ કરોડ રૂપિયાની લક્ઝરી ‘રોલ્સ રોયસ’ કાર ગિફ્ટ કરવા જઈ રહ્યા છે.”

Facebook | Fb post Archive | Fb video archive

Facebook | Facebook | Facebook | Facebook 

તેમજ સ્થાનિક મિડિયા હાઉસ દ્વારા પણ આ જ વાત ને સત્ય માની સોશિયલ મિડિયામાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

નવગુજરાત સમય | સંગ્રહ

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે મિડિયા દ્વારા આપવામાં આવેલા સમાચારને નજીકથી વાંચવાથી જાણવા મળે છે કે રોલ્સ રોયસ કારની સત્તાવાર જાહેરાત કોણે અને ક્યાં કરી તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. 

સાઉદી અરેબિયાની ફૂટબોલ ટીમ કે સાઉદી અરેબિયા સરકારના સોશિયલ મિડિયા એકાઉન્ટસ અને વેબસાઇટસ પાસે આ વિશેની માહિતી નથી. 

તો સત્ય શું છે?

આર્જેન્ટિના સાથેની મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં સાઉદી અરેબિયાના કેપ્ટન સલમાન અલ-ફરાજે રોલ્સ રોયસ કાર મળવાના અહેવાલોને નકારી કાઢ્યા હતા.

પત્રકારના પ્રશ્નના જવાબમાં ફરાજે કહ્યું કે, “કાર ગિફ્ટ મળવાના અહેવાલ સાચા નથી. અમે ફક્ત અમારા દેશની સેવા કરવા માટે રમી રહ્યા છીએ, જે અમારા માટે સૌથી કિંમતી ભેટ છે.”

સાઉદી અરેબિયાની ટીમના મુખ્ય કોચ હાર્વે રેનાર્ડે એવા અહેવાલોને પણ નકારી કાઢ્યા છે કે પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ટીમના ખેલાડીઓને કાર ગિફ્ટ કરવા જઈ રહ્યા છે.

ન્યૂયોર્ક પોસ્ટ સાથે વાત કરતાં તેણે કહ્યું, “આ માત્ર અફવા છે. સાઉદી ફૂટબોલ ફેડરેશન અને રમત મંત્રાલય માત્ર રમતને લઈને ગંભીર છે અને અત્યારે અમે કોઈ ‘ગિફ્ટ’ મેળવવાનો પ્રયાસ નથી કરી રહ્યા.”

NDTV

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સાઉદી અરેબિયાની ફૂટબોલ ટીમના ખેલાડીઓને રોલ્સ રોયસ કાર ગિફ્ટ કરવામાં આવશે તેવા સમાચાર પાયાવિહોણા છે. સાઉદી ટીમના કેપ્ટન અને મુખ્ય કોચ બંનેએ કહ્યું છે કે આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:સાઉદી અરેબિયાના ફૂટબોલ ખેલાડીઓને 10 કરોડની ‘રોલ્સ રોયસ’ મળી હોવાનો દાવો ખોટો છે… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False