મીરા ભાયંદરના ધારાસભ્ય ગીતા જૈનના નામે કોરોના સંબંધી ખોટી ઓડિયો ક્લિપ વાયરલ… જાણો શું છે સત્ય…

Coronavirus False રાષ્ટ્રીય I National

Rohit Borad નામના ફેસબુક યુઝર દ્વારા 23 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 1000 કામ સાઇડ મા મૂકી ને આ ઓડિયો ક્લિપ ને તમારા માટે અને તમારા પરિવાર ની ભલાઈ માટે સાંભળો . આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી કોરોના સંબંધી ઓડિયો ક્લિપ મીરા ભાયંદરના ધારાસભ્ય ગીતા જૈનની છે. આ પોસ્ટને 42 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 3 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 34 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.08.24-19_37_35.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલી કોરોના સંબંધી ઓડિયો ક્લિપ મીરા ભાયંદરના ધારાસભ્ય ગીતા જૈનની છે કે કેમ?  એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી ઓડિયો ક્લિપને ધ્યાનથી સાંભળ્યા પછી એ પ્રશ્ન ઊભો થાય છે કે, કોઈ જન પ્રતિનિધિ અને ધારાસભ્ય લોકોને આ પ્રકારની અપીલ કેમ કરશે? જે રીતે કોરોના સંકટ વિશ્વભરમાં ફેલાયું છે, ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, રાજ્ય અને કેન્દ્ર સરકારો જ્યારે તેને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે ધારાસભ્ય કોરોના માટે ડોક્ટરને કેમ નહીં પૂછે? વળી, ઓડિઓ ક્લિપમાં બોલતી મહિલાએ તેના નામનો ક્યાંય પણ ઉલ્લેખ કર્યો નથી.

ગીતા જૈન દ્વારા આ પ્રકારની કોઈ ક્લિપ બનાવવામાં આવી છે કે કેમ? એ જાણવા માટે અમે અમારી તપાસ આગળ વધારી હતી. જેમાં અમને ફેસબુક પર ગીતા જૈન દ્વારા જ આ ક્લિપનું ખંડન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં તેઓએ એવું જણાવ્યું હતું કે, “મારા નામ સાથે વાયરલ થયેલી ડિઓ ક્લિપ ખોટી છે,” તેઓએ પોતાના ફેસબુક પેજ પરથી વીડિયો દ્વારા જણાવ્યું હતું કે, મેં આવી કોઈ ક્લિપ બનાવી નથી કે તેનું પ્રસારણ કર્યું નથી. મારા નામે બનાવટી ઓડિઓ ક્લિપ ફેલાવનારાઓ સામે મેં સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

દરમિયાન, હું દરેકને વિનંતી કરું છું કે, સરકાર દ્વારા કોરોનાથી બચવા માટે લેવામાં આવેલા નિર્ણયો અને નિયમોનું પાલન કરો. વળી, જો ફરીથી આવો કોઈ સંદેશ મારા નામે વાયરલ થાય તો કૃપા કરીને તેની પુષ્ટિ કરવા માટે મારો સંપર્ક કરો.”

image4.png

Facebook

એટલું જ નહીં વધુમાં ગીત જૈને પોલીસ સમક્ષ કરેલી ફરિયાદ પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, મારા નામની એક ડિઓ ક્લિપ આખા શહેરમાં ફેલાવવામાં આવી રહી છે, તે બનાવટી છે.” આ અંગે ઓડિયો ક્લિપ વિરુદ્ધ નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અસામાજિક તત્વો વિવિધ મુદ્દાઓ પર મારી છબીને દૂષિત કરવાનું કાવતરું ઘડી રહ્યા છે.”

image3.jpg

Facebook

કોવિડ 19 એ વૈશ્વિક માહામારી છે અને આવી અફવાઓ અને અયોગ્ય વાતો પર વિશ્વાસ ન કરવો જોઇએ. ગરમ પાણી અથવા મેલેરિયાની ગોળીઓ દ્વારા કોરોના મટી શકતો નથી. કોરોનાની હજી સુધી કોઈ દવા વિકસાવવામાં આવી નથી. તેથી, ઘરેલું ઉપાય કરવાને બદલે ડોક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલી ઓડિયો ક્લિપ મીરા ભાયંદરના ધારાસભ્ય ગીતા જૈન દ્વારા પ્રસારિત કરવામાં આવી નથી કે જેમાં લોકોને કોરોના થતાં ડોક્ટર પાસે ન જવાની સલાહ આપવામાં આવી છે. તેમના દ્વારા આ અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલી ઓડિયો ક્લિપ મીરા ભાયંદરના ધારાસભ્ય ગીતા જૈન દ્વારા પ્રસારિત કરવામાં આવી નથી કે જેમાં લોકોને કોરોના થતાં ડોક્ટર પાસે ન જવાની સલાહ આપવામાં આવી છે. તેમના દ્વારા આ અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:મીરા ભાયંદરના ધારાસભ્ય ગીતા જૈનના નામે કોરોના સંબંધી ખોટી ઓડિયો ક્લિપ વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False