શું ખરેખર સાપુતારા પાસે હાલમાં અકસ્માતમાં બાળકોના મોત થયા છે….? જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં ત્રણ ફોટો વાયરલ થઈ રહ્યા છે જેમાં બાળકો ઘાયલ અવસ્થામાં જોવા મળી રહ્યા છે. તેમજ બસ પણ અકસ્માતનો ભોગ બની હોવાનું દેખાઈ રહ્યુ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં સાપુતારા પાસે સર્જાયેલા બસ અકસ્માતમાં સુરતના 8 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ અકસ્માત હાલમાં નહિં પરંતુ વર્ષ 2018માં સર્જાયો હતો. તેમજ આ અકસ્માતમાં કુલ 10ના મોત નિપજ્યા હતા. તે સમાચારને હાલના ગણાવી ફેલાવવામાં આવી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Govind Thakor Koita  નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં સાપુતારા પાસે સર્જાયેલા બસ અકસ્માતમાં સુરતના 8 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા પહેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને પત્રીકાનો ડિસેમ્બર 2018નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “સુરતના ખાનગી ટ્યુશનના બાળકોની બસને ડાંગના મહાલ-બરડીપાડા માર્ગ પર અકસ્માત નડ્યો હતો. જેમાં 4 બાળકોના મોત થયા હતા અમને 30 બાળકો ઘાયલ થયા હતા.

PATRIKA | ARCHIVE

તેમજ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને દરમિયાન અમને સંદેશ ન્યુઝનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ અકસ્માતમાં બસ ડ્રાઇવર સંજય મહેતા અને ટ્યૂશન સંચાલક નીતા પટેલ સામે ગુનો નોંધાયો હતો. તેમજ મુખ્યમંત્રી દ્વારા આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામના પરિવારજનોને 2.5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

Sandesh | Archive

તેમજ દિવ્યભાસ્કર, ન્યુઝ 18 ગુજરાતી સહિતના મિડિયા હાઉસ દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા.

તેમજ હાલમાં આ પ્રકારે કોઈ અકસ્માત સાપુતારા આસપાસ સર્જાયો હોવાનું સામે આવ્યુ નથી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ અકસ્માત હાલમાં નહિં પરંતુ વર્ષ 2018માં સર્જાયો હતો. તેમજ આ અકસ્માતમાં કુલ 10ના મોત નિપજ્યા હતા. તે સમાચારને હાલના ગણાવી ફેલાવવામાં આવી રહ્યા છે.

Avatar

Title:શું ખરેખર સાપુતારા પાસે હાલમાં અકસ્માતમાં બાળકોના મોત થયા છે….?

Fact Check By: Yogesh Karia 

Result: Misleading