શું ખરેખર ગોઆ નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલી 17 મહિલાઓ ડોકટર હતી…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં અમુક મહિલાઓ અને એક તુટી ગયેલી બસની ફોટો વાયરલ થઈ રહી છે. આ ફોટો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગોઆ જઈ રહેલી કર્ણાટકની 17 મહિલા ડોક્ટર્સની રોડ અકસ્માતમાં મોત થઈ ગઈ.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાઓમાં એક જ મહિલા ડોકટર હતા. જેની પૃષ્ટી સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vijay Hirpara Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગોઆ જઈ રહેલી કર્ણાટકની 17 મહિલા ડોક્ટર્સની રોડ અકસ્માતમાં મોત થઈ ગઈ.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને નવ ભારત ટાઈમ્સનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ દૂરઘટના કર્ણાટકના હુબલી-ધારવાડ બાયપાસ પાસે થયો હતો. આ મિડિયા રિપોર્ટ અનુસાર આ મહિલાઓ ધારવાડની સેંટ પોલ સ્કૂલની 1989ની બેંચમેટ હતી. જેમાંથી માત્ર એક જ મહિલા જ ડોકટર હતી.

નવભારત ટાઈમ્સ | સંગ્રહ

તેમજ વધૂ પડતાલ દરમિયાન અમને ઈન્ડિયન એક્સપ્રેસ અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, મૃતક મહિલાઓમાં માત્ર એક જ મહિલા ડોકટર હતા. જેમનું નામ ડો. વિણા પ્રકાશ હતુ અને તે જેજેએમ મેડિકલ કોલેજમાં સ્ત્રી રોગ વિશેષજ્ઞ હતા.

New Indian Express | Archive

તેમજ અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે ધરવાડના રૂરલ એસપી પી,કૃષ્ણકાંતનો સંપર્ક સાધ્યો હતો. “તેમણે પણ સોશિયલ મિડિયામાં વાયરલ મેસેજને ખોટો ગણાવ્યો હતો અને પૃષ્ટી કરી હતી કે, મૃત્યુ પામેલી મહિલાઓમાં માત્ર એક જ મહિલા ડોકટર હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાઓમાં એક જ મહિલા ડોકટર હતા. જેની પૃષ્ટી સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી છે.

Avatar

Title:શું ખરેખર ગોઆ નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલી 17 મહિલાઓ ડોકટર હતી…?

Fact Check By: Yogesh Karia 

Result: False