વાયરલ વીડિયો ખોટા તથ્યો અને ભ્રામક દાવાઓ સાથે શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહેલા સાંસદનો વીડિયો 3 વર્ષ જૂનો છે જેમાં તે કોરોના મહામારી વિશે બોલી રહી હતી. જેને તાજેતરના ઇઝરાયેલના યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નથી.

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા તાજેતરના યુદ્ધમાં આતંકવાદી સંગઠન હમાસને પાકિસ્તાન દ્વારા સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે. તે જ સમયે, ગાઝા પર ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલાને લઈને પાકિસ્તાનમાં ઈઝરાયેલ વિરૂદ્ધ ભારે પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર 30 સેકન્ડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પાકિસ્તાની મહિલા સાંસદ કહી રહી છે કે પાકિસ્તાન પાસે પરમાણુ હથિયાર છે. ઈઝરાયેલે મુસ્લિમો પરના અત્યાચાર અને પેલેસ્ટાઈન પરના હુમલા તાત્કાલિક બંધ કરવા જોઈએ. મહિલા સાંસદોએ પાકિસ્તાન સરકારને પણ વિનંતી કરી કે તેઓ પાકિસ્તાનને ધમકી આપે અને ઈઝરાયેલને ચેતવણી આપે કે જો મુસ્લિમો પરના અત્યાચાર બંધ નહીં થાય તો અમે ઈઝરાયેલને વિશ્વના નકશા પરથી હટાવી દઈશું. યુઝર્સ દ્વારા આ વીડિયોને તાજેતરમાં ચાલી રહેલા યુદ્ધ સાથે લિંક કરીને શેર કર્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 18 ઓક્ટોબર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં ત્યાના મંત્રી દ્વારા ઈઝરાયેલનને હાલમાં ધમકી આપવામાં આવી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

વાયરલ વીડિયો માટે અમારી શોધ શરૂ કરવા માટે, અમે ગૂગલ પર ફોટોની રિવર્સ ઇમેજ સર્ચ કરી. પરિણામે, અમને તેહરીક લબ્બેક પાકિસ્તાનની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર 3 વર્ષ પહેલા અપલોડ કરવામાં આવેલ એક વીડિયો મળ્યો. આ વીડિયો વાયરલ થયેલા વીડિયોનો એક ભાગ છે. જેની નીચે તહરીક લબ્બેક પાકિસ્તાન લખેલું જોઈ શકાય છે. એવું પણ લખ્યું છે કે TLP MPA સરવત ફાતિમા સાહિબા સિંધ વિધાનસભામાં કોરોના વાયરસ વિશે વાત કરી રહી છે. આપેલ સમયને જોતા સરળતાથી સમજી શકાય છે કે તે સમયે કોરોના મહામારીનો સમયગાળો હતો. અને તે સમયે TLP પાર્ટીના MPA સરવત ફાતિમા સાહિબા સિંધ વિધાનસભામાં કોરોના વાયરસ વિશે વાત કરી રહ્યા હતા.

તહરીક લબ્બેક પાકિસ્તાન ન્યૂઝને ટાંકીને આ વીડિયો યુટ્યુબ પર શેર કરેલો જોઈ શકાય છે. સાથે જ, આ જ વીડિયો અન્ય યુઝર્સ દ્વારા પણ શેર કરેલો જોઈ શકાય છે.

આનાથી અમને સ્પષ્ટ થાય છે કે અમે અમારી તપાસમાં જે વીડિયો જોયો તેના આધારે સમજી શકાય છે કે મૂળ વીડિયોમાં તે પાકિસ્તાનની સંસદમાં કોરોના મહામારીને લઈને બોલી રહી હતી. અને તે જ વીડિયોને ખોટા સંદર્ભમાં એડિટ કરીને શેર કરવામાં આવ્યો છે.

અમારા દ્વારા બનાવેલા કમ્પેરિઝન વીડિયો પરથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયો ખોટા તથ્યો અને ભ્રામક દાવાઓ સાથે શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહેલા સાંસદનો વીડિયો 3 વર્ષ જૂનો છે જેમાં તે કોરોના મહામારી વિશે બોલી રહી હતી. જેને તાજેતરના ઇઝરાયેલના યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું પાકિસ્તાની સાંસદ દ્વારા ઈઝરાયેલને ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી છે…? જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False