ભ્રામક માહિતી સાથેનો વીડિયો WHO ના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

Coronavirus False આંતરરાષ્ટ્રીય I International

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, WHO દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ એ એક સામાન્ય ફ્લુ છે. તેના માટે લોકડાઉન, કોરોન્ટાઈન કે પછી કોઈ વેક્સિનની જરૂર નથી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો World Doctor Alliance નામના સ્વતંત્ર સંસ્થાનો છે જેને WHO સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

नलिनीबा जाडेजा નામના ફેસબુક યુઝર દ્વારા 6 ડિસેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આખા વિશ્વને મૂર્ખ બનાવ્યાના પછી… *WHO* એ તેના નતીજા પર આવ્યા કે *કોરોના વાયરસ* એક સામાન્ય *ફ્લૂ* છે….અને કોઈ *લોકડાઉન* કે *ક્વોરેન્ટાઇન* જરૂરી નથી અથવા કોઈ *વેક્સિન* પણ જરૂર નથી…. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, WHO દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ એ એક સામાન્ય ફ્લુ છે. તેના માટે લોકડાઉન, ક્વોરન્ટાઈન કે પછી કોઈ વેક્સિનની જરૂર નથી.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે જુદા જુદા કીવર્ડથી ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને World Doctor Alliance ની વેબસાઈટ પ્રાપ્ત થઈ હતી. આ વેબસાઈટ પરથી અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી છે કે, કોરોના કોઈ મહામારી નથી. આ સંસ્થાને WHO સાથે કોઈ જ સંબંધ નથી. વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, World Doctor Alliance એ એક સ્વતંત્ર સંસ્થા છે જેને WHO સાથે કોઈ જ સંબંધ નથી.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે WHO ની સત્તાવાર વેબસાઈટ પર પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની માહિતીને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ત્યાં અમને આ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી. WHO દ્વારા કોરોના વાયરસને એક વિશ્વવ્યાપી મહામારી જાહેર કરવામાં આવી છે. 

વધુ તપાસમાં અમને PIB Fact Check દ્વારા પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાનું ખંડન કરવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. વધુમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, કોરોના વાયરસ એ એક સંક્રામક રોગ હોવાથી માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું ખૂબ જ જરૂરી છે.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો World Doctor Alliance નામના સ્વતંત્ર સંસ્થાનો છે જેને WHO સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:ભ્રામક માહિતી સાથેનો વીડિયો WHO ના નામે વાયરલ…

Fact Check By: Vikas Vyas 

Result: False