શું ખરેખર કન્યાએ લગ્નમાં ગુટખા ખાવાના કારણે દુલ્હાને ફડાકો માર્યો હતો...? જાણો શું છે સત્ય....
સોશિયલ મિડિયા પર એક રસપ્રદ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે એક વરરાજા મંડપમાં બેસીને ગુટખા ચાવે છે. જે વાતની દુલ્હનને જાણ થતા તેણે વરરાજાને બધા વચ્ચે ફડાકો માર્યો હતો. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વરરાજો ગુટખા ખોતો હોવાની જાણ દુલ્હનને થતા તેણે વરરાજાને ફડાકો મારી દિધો.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, મૈથિલી ભાષાના કોમેડી વિડિયોને વાસ્તવિક લગ્નના વિડિયો તરીકે શેર કરવામાં આવી રહ્યો છે. ગુટખા ન ખાવાનો સંદેશ આપતો આ વિડિયો માત્ર મનોરંજન માટે બનાવવામાં આવ્યો હતો.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
A Z A D ツ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 નવેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વરરાજો ગુટખા ખોતો હોવાની જાણ દુલ્હનને થતા તેણે વરરાજાને ફડાકો મારી દિધો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે સોશિયલ મિડિયા પરના વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને સમજાયું કે આ વિડિયો કોઈ સાચા લગ્નનો નથી.
આખો 11 મિનિટનો વિડિયો યુટ્યુબ પર ચંદન મિશ્રા નામની ચેનલ પર જોવા મળ્યો હતો. તે 4 એપ્રિલ, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.
મૈથિલી ભાષામાં આ કોમેડી વિડિયો માત્ર મનોરંજન માટે બનાવવામાં આવ્યો હતો.
વિડિયોમાં દુલ્હાનું પાત્ર ભજવી રહેલા રામલાલ એક કોમેડી પાત્ર છે. આ પાત્રના વિવિધ વિડિયો ચંદન મિશ્રા નામની યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે. તેમની શૈલી સમાજના વિવિધ પ્રશ્નોને હાસ્ય દ્વારા ઉજાગર કરવાની છે.
પરિણામ
આમ, અમારી ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, મૈથિલી ભાષાના કોમેડી વિડિયોને વાસ્તવિક લગ્નના વિડિયો તરીકે શેર કરવામાં આવી રહ્યો છે. ગુટખા ન ખાવાનો સંદેશ આપતો આ વિડિયો માત્ર મનોરંજન માટે બનાવવામાં આવ્યો હતો.
Title:શું ખરેખર કન્યાએ લગ્નમાં ગુટખા ખાવાના કારણે દુલ્હાને ફડાકો માર્યો હતો...?
Fact Check By: Yogesh KariaResult: Missing Context