
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધી સીફૂડ ખાઈ રહ્યા છે તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધીનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેમાં તેઓ સીફૂડ નહીં પરંતુ મકાઈ ડોડો ખાઈ રહ્યા છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Zala Siddharthsinh નામના ફેસબુક યુઝર દ્વારા 20 નવેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધી સીફૂડ ખાઈ રહ્યા છે તેનો આ ફોટો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર ધ હિન્દૂ દ્વારા 25 સપ્ટેમ્બર, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, “પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી મકાઈ ડોડો ખાઈ રહી છે.”
માહિતી અને જનસંપર્ક વિભાગના પૂર્વ સહાયક નિર્દેશક શ્રીધર નાયડૂએ હૈદરાબાદના ફતેહ મેદાન ક્લબમાં આ ફોટો લીધો હતો. શ્રીધર નાયડૂએ ચાર દાયકાઓથી વધુ સમય આ વિભાગમાં કામ કર્યું હતું. તેઓએ ઘણા રાજનેતાઓના ફોટા લીધા હતા. પરંતુ ઈન્દિરા ગાંધીનો આ ફોટો તેઓનો સૌથી પ્રસિદ્ધ ફોટો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધીનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેમાં તેઓ સીફૂડ નહીં પરંતુ મકાઈ ડોડો ખાઈ રહ્યા છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
