શું ખરેખર સુરતમાં ટ્રાફિક પીએસઆઈ સિવાય કોઈ મેમો નહિં ફાડી શકે….? જાણો શું છે સત્ય..

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Naresh Vaghani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરત ની જનતા માટે રાહત ભર્યા સમાચાર ટ્રાફિક શાખા નાં તમામ કર્મચારીઓ પાસેથી મેમોં બુક પરત લેવા નો હુકમ ખાલી પોલીસ ઈન્સપેક્ટર મેમોં આપી શકશે,” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સુરતમાં ટ્રાફિક પીએસઆઈ દ્વારા જ મેમો ફાડવામાં આવશે.

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ન્યુઝપેપરના કટિંગને ધ્યાનથી વાંચતા તેમાં પોલિસ કમિશ્નર તરીકે સતીશ શર્માનું નામ લખવામાં આવ્યુ છે. જો કે, “સતીષ શર્માને વર્ષ 2019માં જ રિટાયર થઈ ગયા હતા અને તેમની જગ્યા આર.બી.બ્રહ્મભટ્ટને સુરત શહેર પોલીસના કમિશ્રનર બનાવવામાં આવ્યા હતા.” 

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા | ARCHIVE

તેમજ અમારી પડતાલને મજબૂત કરવા અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આ અંગેની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી પડતાલને વધૂ મજબૂત કરવા સુરત શહેર પોલીસ કમિશ્રનર આર.બી.બ્રહ્મભટ્ટનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ નિયમો હાલમાં લાગુ નથી કરવામાં આવ્યા. ભૂતકાળમાં પણ આ પ્રકારે કોઈ નિયમો લાગુ કરાયા હોવાનું મારા ધ્યાનમાં આવ્યુ નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સુરતમાં આ પ્રકારે કોઈ નિયમ હાલમાં લાગુ કરવામાં નથી આવ્યા. તેમજ પોસ્ટ સાથે જે ન્યુઝ પેપર કટિંગ શેર કરવામાં આવ્યુ છે. તે જુનુ હોવાનું સાબિત થાય છે.

Avatar

Title:શું ખરેખર સુરતમાં ટ્રાફિક પીએસઆઈ સિવાય કોઈ મેમો નહિં ફાડી શકે….? જાણો શું છે સત્ય..

Fact Check By: Yogesh Karia 

Result: False