નરેન્દ્ર મોદીને મીઠાઈ ખવડાવતો મુરલી મનોહર જોશીનો જૂનો ફોટો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

False રાજકીય I Political સામાજિક I Social

HaRi PaTel નામના ફેસબુક યુઝર દ્વારા 28 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, #રામ_મંદિર નિર્માણનો શુભારંભ થવા પર મુરલી મનોહર જોશી એ હિન્દુ હ્રદય સમ્રાટ આદરણીય વડાપ્રધાન #શ્રી_નરેન્દ્રભાઈ_મોદીજી નું મોં મીઠું કર્યું… વાહ રે હિન્દુ રાજા નરેન્દ્રભાઈ મોદી… 450 વર્ષનું કલંક માત્ર 6 વર્ષમાં જ મટાડી દીધું… સનાતન સંસ્કૃતિનો મૂર્તિપુજક હિન્દુ આપને સાધુવાદ આપે છે… #WeSupportModi . આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો રામ મંદિર નિર્માણના શુભારંભ માટે મુરલી મનોહર જોશી દ્વારા નરેન્દ્ર મોદીને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવવામાં આવ્યું તેનો છે. આ પોસ્ટને 144 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 9 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.06.13-19_55_16.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો રામ મંદિર નિર્માણના શુભારંભ માટે મુરલી મનોહર જોશી દ્વારા નરેન્દ્ર મોદીને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવવામાં આવ્યું તેનો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો સર્ચ કરતાં અમને Amit Shah ના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર 24 મે, 2019 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આદરણીય શ્રી મુરલી મનોહર જોશીજીએ પોતાનું સમગ્ર જીવન ભાજપના વિસ્તરણ અને દેશમાં શિક્ષણ પ્રણાલીને મજબૂત કરવા માટે સમર્પિત કર્યું છે. આજે હું જોશીને મળ્યો અને તેમના આશીર્વાદ લીધા. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા 24 મે, 2019 ના રોજ મુરલી મનોહર જોશીની મુલાકાત લેવામાં આવી હતી. તેના અન્ય ફોટો પણ અમને narendramodi.in પર પ્રાપ્ત થયા હતા.

આજ ફોટો અમને અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ વર્ષ 2019 માં પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. jansatta.com | thehindu.com

આ પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે , પોસ્ટમાં મૂકવામાં આવેલા આ ફોટોને રામ મંદિર નિર્માણ સાથે કોઈ જ સંબંધ નથી. 

પોસ્ટમાં મૂકવામાં આવેલો બીજો ફોટો અમને zeenews.india.com દ્વારા 5 માર્ચ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક આર્ટિકલમાં પ્રાપ્ત થયો હતો. જ્યારે ત્રીજો ફોટો અયોધ્યામાં બનનારા નવા રામ મંદિરના નકશાનો છે.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો મુરલી મનોહર જોશી દ્વારા નરેન્દ્ર મોદીને મોં મીઠું કરાવતો ફોટો વર્ષ 2019 નો છે. જેને રામ મંદિર નિર્માણ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો મુરલી મનોહર જોશી દ્વારા નરેન્દ્ર મોદીને મોં મીઠું કરાવતો ફોટો વર્ષ 2019 નો છે. જેને રામ મંદિર નિર્માણ સાથે કોઈ જ સંબંધ નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:નરેન્દ્ર મોદીને મીઠાઈ ખવડાવતો મુરલી મનોહર જોશીનો જૂનો ફોટો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False